________________
આત્મતત્વવિચાર વાળો હોય તે તેને નિકાચિત કર્મબંધ થાય છે અને કર્મ બાંધતી વખતે જે કષાયના મંદ પરિણામવાળે હેય તે તેને અનિકાચિત કર્મબંધ થાય છે. અનિકાચિતપણે અશુભ કર્મ બાંધ્યું હોય અને પાછળથી જીવના પરિણામ બદલાઈ જાય તે વ્રત, નિયમ, તપ, ધ્યાન આદિ દ્વારા તે કર્મની રદય ભેગવ્યા વિના પણ નિર્જરા થઈ જાય છે.
અનિકાચિત કર્મબંધ પણ ત્રણ પ્રકાર હોય છે. પૃષ્ટ, બદ્ધ અને નિધત્ત. તેમાં જે કર્મબંધ અતિ શિથિલ હોય તે પૃષ્ટ, શિથિલ હેય તે બદ્ધ અને કંઈક ગાઢ હેય તે નિધત્તા કહેવાય છે. સોયના દષ્ટાંતથી આ વાત વધારે સ્પષ્ટ થશે.
સેયને એક ઢગલે પડયે હેય, એના પર હાથ મૂકીએ તે તે વીખરાઈ જાય છે. એ રીતે જે કર્મોનું બંધન અતિ શિથિલ હોય અને સામાન્ય પશ્ચાત્તાપ આદિથી તૂટી જાય તે પૃષ્ટ કર્મબંધ જાણ.
સને દેરામાં પરોવી હોય તે તેને ખરતાં, નીકળતાં છૂટી પડતાં વાર લાગે છે, એ રીતે જે કર્મનું બંધન તેડતાં કંઈક વાર લાગે અને વિશિષ્ટ આલેચનાદિથી તૂટે તે બદ્ધ કર્મબંધ જાણ.
જે સોને દોરામાં પરોવી હોય અને કાટ લાગી જવાથી તે અરસપરસ ચૂંટી ગયેલી હોય તો તેને છૂટી પાડવામાં મહેનત પડે છે, તેમ જે કર્મબંધન ગાઢ હેય અને જેને તેડવા માટે તપાદિ વિશિષ્ટ અનુષ્ઠાન કરવું પડે છે, તે નિધત્ત કર્મબંધ જાણુ.