________________
''
''
'
'
'
વ્યાખ્યાન વીસમું
ચોગબળ મહાનુભાવે !
આપણે કર્મના વિષયમાં આગળ વધીએ તે પહેલાં એટલું જાણવું જરૂરી છે કે દરેક શાસ્ત્રને પિતાની પરિભાષા હોય છે, તે બરાબર લક્ષમાં રાખવી જોઈએ, જે એ લક્ષમાં ન રહે તે વાત ગોટાળે ચડે અને અર્થનો અનર્થ થાય. કઈ એમ કહે કે “સંધવ લા.” અહીં જે ભજનને પ્રસંગ હોય તો સિંધાલુણ લાવવું જોઈએ અને રણે ચઢવાને પ્રસંગ હોય તે ઘેડો હાજર કર જોઈએ. પણ ભેજનના પ્રસંગે ઘોડો લાવવામાં આવે અને રણના પ્રસંગમાં સિંધાલુણ હાજર કરવામાં આવે છે તેથી શું અર્થ સરે?
ગત વ્યાખ્યાનમાં અમે કર્મબંધ વિશે કેટલુંક વિવેચન કર્યું અને તેમાં કર્મબંધનાં કારણે એટલે હેતુઓ જણાવ્યા. આ હેતુઓમાં ચોથો હેતુ “ગ” હતું. આ યોગ શબ્દને અર્થ તમારા લક્ષમાં બરાબર રહ્યો છે ને? શાસ્ત્રોમાં અનેક જગાએ યોગ શબ્દને પ્રસંગ આવે છે અને તેમાં એમ પણું કહેવાયું છે કે “યોગથી કર્મ બંધન તૂટે છે. પરંતુ અમે અહીં એમ કહેવા ઈચ્છીએ છીએ કે “ગથી કર્મબંધન થાય છે.” આ બે વસ્તુઓ તમને ભ્રમણામાં ન નાખે એટલા માટે જ આ પ્રશ્ન પૂછીએ છીએ.