________________
અજીવમાં જીવસંજ્ઞાવાળો અને જીવમાં અજીવજ્ઞાવાળો થાય છે અસાધુમાં સાધુસંજ્ઞાવાળે અને સાધુમાં અસાધુ સંજ્ઞાવાળે થાય છે, તેમાં અમુક્તમાં મુક્તસંજ્ઞાવાળો અને મુક્તમાં અમુ તસંજ્ઞાવાળે થાય છે. વળી જે દેવ, ગુરુ તથા પ લૌકિક એટલે સામાન્ય કોટિના-માત્ર વ્યાવહારિક સપાટીને જ સ્પર્શનારાં છે, તેમાં પણ અનુરાગવાળો થાય છે અને જે દેવ, ગુરુ અને પર્વો લોકોત્તર એટલે ઉત્તમ કોટિનાં-તાવિક ભૂમિકાને સ્પર્શનારાં છે, તેમના વડે શ્રેયની સાધના કરવાને બદલે પ્રેયની પેરવીમાં પડે છે, આથી તેનું કર્મબંધન ચાલુ જ રહે છે. અને ભયંકર ભવસમુદ્રને પાર કરી શકાતું નથી.
મિથ્યાત્વનું પ્રતિપક્ષી સમ્યકત્વ છે. તેથી પ્રાપ્તિ થાય તે જ મિથ્યાત્વ હેઠે, તેથી બધા મુમુક્ષુઓએ સમ્યકત્વની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવાનું છે. તમે “ો રસ ૩ ગોરે” આદિ પદથી તીર્થકરોની સ્તુતિ કર્યા બાદ શું કહે છે? कित्तीय-वंदिय-महिया, जे ए लोगस्स उत्तमा सिद्धा । आरुग्ग-बोदिलामं, समाहिवरमुत्तमं दितु ॥
“જેઓ લોકોત્તમ છે, સિદ્ધ છે અને મન, વચન તથા કાયાથી રતવાયેલા છે. તેઓ મને આરોગ્ય એટલે ભાવઆરોગ્ય અર્થાત્ મુક્તિનું સુખ આપો, બાધિલાભ એટલે સમ્યકત્વ આપ, અને મરણ સમયની શ્રેષ્ઠ સમાધિ આપો.”
* કીતન વડે વાચિત સ્તુતિ, વંદન વડે કાયિક સ્તુતિ અને પૂજન વડે માનસિક સ્તુતિ થાય છે, એટલે અહીં મન, વચન તથા કાયા વડે સ્તવાયેલા એમ સમજવાનું છે. ઉત્તમ શબ્દ મરણ સંબંધી સૂચન કરે છે અને વરનો અર્થ શ્રેષ્ઠ છે, એટલે અહીં મરણ સંબંધી શ્રેષ્ઠ સમાધિ સમજવાની છે,
૨૬