________________
આત્મતરવહિયાર
અવિરતિ, જેમાં વિરતિ ન હોય તે અવિરતિ કહેવાય. અહીં વિરતિની મુખ્યતાએ અવિરતિ કહેવાય છે, એટલે વિરતિને અર્થ સમજી લેવો જોઈએ. વિરતિ એટલે વ્રત, નિયમ, ત્યાગ કે પ્રત્યાખ્યાન, જે આત્મા કોઈપણ પ્રકારનું વ્રત લે છે, નિયમ ધારણ કરે છે, ત્યાગ આચરે છે કે પ્રત્યાખ્યાન કરે છે, તે વિરતિમાં છે અને જેને કોઈ પણ વ્રત, નિયમ, ત્યાગ કે પ્રત્યાખ્યાન નથી, તે અવિપતિમાં છે.
અવિરતિના કારણે આત્મા પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા વિષયસુખમાં તલ્લીન બને છે અને છ કાયના છાની હિંસા આચરે છે, તેથી અવિરતિને કર્મબંધનું કારણ માનવામાં આવ્યું છે. બારણાં બંધ ન કર્યા હોય તે ઘરમાં કચરે આવ્યા જ કરે, તેમ જે આત્માઓએ કઈ પણ પ્રકારને વિરતિભાવ ધારણ ન કર્યો હોય, તેને કર્મ લાગતા જ રહે, વળગતા જ રહે, એ દેખીતું છે.
અહીં એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આત્મા પોતે કમને ગ્રહણ કરે છે, તે પણ કમ લાગ્યા, કર્મ વળગ્યા, એમ કહેવાય છે, તે એક જાતને ભાષાને વ્યવહાર છે. આપણે ગુંદર લગાડીને પિસ્ટની ટિકિટને ચાંટાડીએ છીએ, છતાં ટિકિટ ચટી એમ કહેવાય છે, તેના જે જ આ શબ્દપ્રયોગ છે. - સાધુ મહાત્માઓ તમને રોજ વ્યાખ્યાન-વાણી સંભળાવે છે અને કંઈક પણ વ્રત-નિયમ-ત્યાગ-પ્રત્યાખ્યાન કરવાનું કહે છે, તેનું રહસ્ય એ જ છે કે તમે કર્મબંધનમાંથી બચી શકે અને તમારા આ માને ઉદ્ધાર કરી શકે.