________________
કમબંધ
અને (૪) યોગ. આ ચારે કારણોનું, સ્વરૂપ બરાબર સમજી લેશો તો કર્મબંધનથી બચી શકશો.
મિથ્યાત્વ શાસ્ત્રકારો કહે છે કે “આ જગતમાં શત્રુઓ ઘણા હોય છે, પણ મિથ્યાત્વ જે કોઈ શત્રુ નથી; વિષ અનેક પ્રકારનું હોય છે, પણ મિથ્યાત્વ જેવું કોઈ વિષ નથી; રાગ અનેક પ્રકારના હોય છે, પણ મિથ્યાત્વ જે કોઈ રોગ નથી; અને અંધારું અનેક પ્રકારનું હોય છે, પણ મિથ્યાત્વ જેવું કોઈ અંધારું નથી.” આ પરથી મિથ્યાત્વ એ કેવી ભયંકર વસ્તુ છે, તેને ખ્યાલ આવી શકશે.
आभिग्गहियं अणभिग्गहियं तह अभिनिवेसियं चेव संसइयमणाभोगं मिच्छत्तं पंचहा भणियं ॥
* તત્ત્વાર્થસૂત્રના આઠમા અધ્યાયમાં કહ્યું છે કે–દિવાનાવિરત્તિકમાણાના વઘતવઃ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ કર્મબંધના હેતુઓ છે.' ગુણસ્થાનના ક્રમમાં પ્રથમ મિથ્યાત્વ જાય છે, પછી અવિરતિ જાય છે, પછી પ્રમાદ જાય છે, પછી કષાય જાય છે અને છેવટે યોગ જાય છે, એટલે અહીં કર્મ બંધના પાંચ હેતુઓ આ ક્રમે જણાવેલા છે; પણ પ્રમાદ એ એક પ્રકારને અસંયમ જ છે અને તેથી તે અવિરતિ કે કષાયમાં આવી જાય છે; એજ દ્રષ્ટિએ કમપ્રકૃતિ વગેરે ગ્રંથમાં કર્મબંધના ચાર કારણે માનવામાં આવ્યાં છે. મિથ્યાત્વ અને અવિરતિ કષાયના સ્વરૂપથી જુદા નથી પડતા; તેથી એક પરંપરા કષાય અને યોગ એ બેને જ કમબંધના હેતુઓ માને છે.
આમાં નિરૂપણ શૈલિને ભેદ છે, તાત્વિક કઈ તફાવત નથી.