________________
૨૯૮
આત્મતત્વવિચાર
મનોરથ સેવીએ છીએ, છતાં અમે ધર્મી છીએ, એવું કહેવાની હિંમત કરતા નથી.
મંત્રીશ્વરે કહ્યું: “મહાનુભાવો ! ધન્ય છે તમને અને ધન્ય છે તમારી સમજને ! તમારી ધારણા મુજબને ધર્મ તમે આચરી શક્યા નથી, પરંતુ આચરવાને પ્રયત્ન કરી રહ્યા છો અને તેમાં થતી નાની મોટી ખલનાઓ દૂર કરી રહ્યા છે, માટે તમે જ ખરા ધમ છો. ખરેખર તમારા જેવા પુરુષથી જ આ રાજગૃહી નગરી ઉજળી છે.” - પછી તેમને ધોળા મહેલમાં લઈ ગયા અને તેમની હકીકત સમજાવતાં બધાએ પોતાનું મસ્તક નીચું નમાવ્યું. આ પ્રયાગથી બધાને ખાતરી થઈ કે પોતાના નગરમાં ધર્મીઓની સંખ્યા ઓછી છે અને અધર્મીઓની સંખ્યા વધારે છે.
કર્મબંધના કારણે. આત્મા અનાદિ કાલથી કર્મબદ્ધ છે, એ વસ્તુ વિસ્તારથી જણાવી ગયા. હવે આત્માને કમને બંધ શાથી થાય છે? તે જણાવીશું. “કારણ વિના કાર્ય હાય નહિ.” એ સિદ્ધાંત તે તમને બધાને કબૂલ છે ને? જગતના તમામ વિચારક પુરુષએ આ સિદ્ધાંત માન્ય રાખેલ છે અને ચારે તરફ જેની બોલબાલા થઈ રહી છે, એ વિજ્ઞાને પણ તેના પર મંજૂરીની મહોર મારી છે.
કમબંધ એક પ્રકારનું કાર્ય છે, એટલે તેમાં પણ કંઈક કારણ હોવું જોઈએ. આ કારણમાં જિનેશ્વર દેએ ચાર વસ્તુઓ બતાવી છેઃ (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) કષાય