________________
ક્રમ બધ
૩૯૦
આ રીતે દરેકે પોતપાતાના ધધામાં ઉપકાર ગણાવ્યા અને પેાતાની ગણતરી એક ધી પુરુષ તરીકે કરાવી.
પછી મંત્રીશ્વર અક્ષયકુમાર કાળા મહેલમાં ગયા. ત્યાં માત્ર ચાર જ પુરુષ। બેઠેલા હતા. તે ચારે સગૃહસ્થા હતા, શ્રદ્ધાળુ હતા, વિવેકી હતા અને યથાશક્તિ ધમનું આરાધન કરનારા હતા, છતાં તેમાં દાખલ થયા હતા, તેમનાં એક-બેને તા મત્રીશ્વર આળખતા પણ હતા.
મંત્રીશ્વરે પૂછ્યું કે ‘તમે આ કાળા મહેલમાં કેમ દાખલ થયા છે? ધેાળા મહેલમાં જગા ન મળી કે શુ'? પેલાએ જવાબ આપ્યા કે ‘મંત્રીશ્વર! એવું નથી. અમે તા જાણીને જ આ મહેલમાં દાખલ થયા છીએ, કારણ કે હજી અમાશમાં ધેાળા મહેલમાં પેસવા જેટલી ચૈાન્યતા નથી. અમે અત્યાર સુધીમાં પાપપુણ્ય વિષે ઘણુ જાણ્યુ છે, તેમ છતાં પાપના પરિહાર પૂર્ણ રીતે કરી શકતા નથી અને જે છેડયું' છે, તેમાં પણ અનેક જાતના અપવાદો રાખેલા છે. આ સયાગામાં અમારાથી ધાળા મહેલમાં દાખલ શી રીતે થઈ શકાય?
અમે એટલુ' સમજીએ છીએ કે જે માણસ હિ'સા કરે નહિ, પરિગ્રહ રાખે નહિ, ક્રોધ કરે નહિ, માન સેવે નહિ, માયા આચરે નહિ, લેાભને વશ થાય નહિ અને કજિયા-કકાસમાં પડે નહિ, તેમ જ ખેાટી માન્યતા ધરાવે નહિ, તે જ સાચા અર્થમાં ધર્મી કહેવાય અને આવું ધર્મીપણું' હજી અમારામાં પ્રગટયું નથી, તેથી અમે અમારી જાતને અધર્મી માનીએ છીએ, અલખત્ત! તેમાંથી જલ્દી કેમ છૂટાય, તેના