________________
૩૬
આત્મતત્વવિચાર છે ?” તે વખતે કસાઈએ કહ્યું કે હું જીવને ન મારું અને તેનું માંસ ન વેચું તે માંસ ખાનારની શી વલે થાય? એટલે તેમને નિયમિત માંસ પૂરું પાડીને મારો ધર્મ બજાવું છું. વળી મારા ધંધા અંગે હું ઘણા જનાવરોનું પિષણ કરું છું. તેથી પણ ધર્મી છું એટલે આ ધોળા મહેલમાં દાખલ થયો છું.”
કલાલે(દારૂ વેચનારે) જણાવ્યું કે “હું અનેક માણસની દારૂ પીવાની તલપ બુઝાવીને ધર્મનું પાલન કરી રહ્યો છું. વળી મારે બનાવેલો દારૂ પીતાં માણસે ખૂબ છૂર્તિમાં આવી જાય છે અને આ દુનિયાનાં તમામ દુઃખ-દર્દો ભૂલી જાય છે. જાણે સ્વર્ગમાં મહાલતા હોય તે તેમને અનુભવ થાય છે, તેથી એક ધામ તરીકે હું આ ધેળા મહેલમાં દાખલ થયો છું.”
વેશ્યાએ જવાબ આપે કે “પણ અનેક માણસોનાં મનનું રંજન કરું છું તથા તેમના મનમાં પ્રકટેલી વિષયની
વાલાને બુઝાવું છું, તેથી એક ધમ તરીકે આ ધોળા મહેલમાં દાખલ થઈ છું.’
ખેડૂતે કહ્યું કે “તમારા પવિત્ર પુરુષો જે અન્ન ખાય છે, તેને નીપજાવનારો હું છું, એટલે બધા પર મારે માટે ઉપકાર છે, તેથી હું આ ધોળા મહેલમાં દાખલ થયો છું.”
વેપારીએ જણાવ્યું કે “લોકો જે જે વસ્તુઓને ખપ હેય છે, તે બધી હું પૂરી પાડું છું. જો હું મીઠુંમરચું, તેલ -ધી, અનાજ-દાલ-આટો વગેરે પૂરાં ન પાડું તે લોકોની શી વલે થાય? તેથી બધા પર મારે માટે ઉપકાર છે અને તે કારણે જ હું આ ધળા મહેલમાં દાખલ થયેલ છે.