________________
કમબંધ
૩૯૫
વધારે હોય અને બ્રહ્મચારી ઓછા હોય. આપણે પણ એજ દુનિયાનો એક ભાગ છીએ, એટલે આપણે ત્યાં ધમ કરતા અધર્મીઓનું પ્રમાણ મોટું હોવું જોઈએ. ” પરંતુ તેમની એ વાત કોઈએ મંજૂર રાખી નહિ.
મંત્રીશ્વર અભયકુમાર બુદ્ધિના નિધાન હતા અને સમયજ્ઞ હતા, એટલે સમજી ગયા કે અત્યારે વિવાદ કરો નકામે છે. આ વસ્તુ સમય આવ્યે સિદ્ધ કરી બતાવવી. પછી તેમણે રાજગૃહી નગરીની બહાર બે મોટા મહેલ તયાર કરાવ્યા. તેમાં એકને બગલાની પાંખ જે ધોળો બનાવ્યો અને બીજાને કાજળ જે કાળો બનાવ્યું, આ બે મહેલોની વચ્ચે તેમણે એક સુંદર બગીચો બનાવ્યું અને તેમાં હજારો માણસ બેસી શકે તેવી ગોઠવણ રાખી.
હવે એક દિવસ મંત્રીશ્વર અભયકુમારે તેમાં ઉજાણી રાખી અને તેમાં ભાગ લેવા માટે સંખ્યાબંધ સ્ત્રી પુરુષે હાજર થયાં. અભયકુમારે તેમને ઉદ્દેશીને કહ્યું કે “સજજને અને સન્નારી! તમારા પિકી જેઓ ધમ હોય તે ધોળા મહેલમાં જાય અને અધમ હોય તે કાળા મહેલમાં જાય. ત્યાં ઉજાણીની તમામ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. ”
આ સૂચના પ્રમાણે હાજર થયેલાઓ એ બે મહેલમાં દાખલ થઈ ગયા. તેમાં બે મહેલ લોકોથી ખીચોખીચ ભરાઈ ગયો અને કાળા મહેલમાં માત્ર ગણ્યા ગાંઠયા માણસો જ દાખલ થયા. થોડી વારે અભયકુમાર તેમને પૂછવા લાગ્યા કે તમે શું ધર્મ કરો છે કે આ ધેળા મહેલમાં દાખલ થયા,