________________
૩૯૨
આત્મતત્વવિચાર
આપનારું કર્મ અને બીજું અશુભ ફળ આપનારું કર્મ. તેમાં શુભ ફળ આપનારું કમ તે પુણ્ય અને અશુભ ફળ આપનારું કર્ભ તે પાપ. કેટલાકે કર્મના શુકલ અને કૃષ્ણ એવા બે ભેદ બતાવ્યા છે. તે કેટલાક કુશલ અને અકુશલ એવા બે પ્રકારેનું વર્ણન કર્યું છે, પણ વાત એકની એક છે. જે પુણ્ય છે તે જ શુકલ કે કુશલ કર્મ અને જે પાપ છે તે જ કૃણ કે અકુશલ કર્મ. તેમાં વાસ્તવિકતાએ કોઈ તફાવત નથી.
સારાનું ફળ સારું અને ખરાબનું ફળ ખરાબ, એમાં કોઈને શંકા છે ખરી? કેઈએ આંબો વાવ્યો હોય અને લીમડો ઉગ્યો હોય કે લીમડો વાગ્યે હોય અને આબો ઉગ્યો હોય તે કહી દેજે. એક અભણ ખેડુતને પૂછે છે એ પણ કહેશે કે ભાઈ! જેવું વાવીએ તેવું લણાય. ઘઉં વાવીએ તે ઘઉં લણીએ અને બાજરી વાવીએ તે બાજરી લણએ. તેમાં કંઈ ફેર પડે નહિ.” પરંતુ આશ્ચર્ય અને ખેદની વાત છે કે આ સીધી સાદી વાત પણ કેટલાકનાં ગળે ઉતરતી નથી. વાસ્તવમાં તેઓ પુણ્યપાપની કોઈ વિચારણા જ કરતા નથી અને ઈચ્છા મુજબનું જીવન જીવી મનુષ્યભવ પૂરો કરે છે. આવાએ કઈ ગતિએ જવાના? એ વાત તમારા દિલમાં કોતરી રાખે કે આવાઓને અંત ઘણે કરુણ હોય છે. જ્યારે તેમને એમ લાગે છે કે હવે અમારે જવું પડશે, ત્યારે તેમની હાયેયને, તેમના વલોપાતને પાર રહેતું નથી, તેમની આંખમાંથી બોર બોર જેવા આંસુ ટપકે છે અને “અમે પુણ્યનું ભાતું બાંધ્યું હત. તે સારું” એવા વિચારો આવે છે, પણ રાંડ્યા પછીનું ડહાપણ શા કામનું ?