________________
કમબધ
૩૯૧
વિજ્ઞાન છે અને છેવટે તે પુરુષાર્થને પ્રશસ્ત પયગામ આપી જાય છે.
જૈન તત્તવજ્ઞાનમાં કર્મવાદ ઓતપ્રોત છે, એ વાત પણ તમારે લક્ષમાં રાખવાની છે. નવતર પર એક આછી નજર નાખી જુઓ, એટલે આ વસ્તુ તમારા ખ્યાલમાં બરાબર આવી જશે.
નવતત્વ અને કર્મવાદ જેમણે પ્રકરણ ગ્રંથનો અભ્યાસ કર્યો હશે, તેઓ નવતોના નામ બરાબર જાણતા હશે. નવતરવ-પ્રકરણના પ્રારંભમાં જ કહ્યું છે કે
जीवाऽजीवा पुण्णं, पावासवसंवरो य निजरणा । बंधो मुक्खो य तहा, नवतत्ता हुंति नायव्या ॥
“જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તો જાણવા યોગ્ય છે.”
આ લોક, વિશ્વ કે દુનિયામાં જેટલી વસ્તુઓ છે, તે બધીને સમાવેશ જીવ અને અજીવમાં થઈ જાય છે, તેથી આ બે તો વિશેષ પ્રકારે જાણવા યોગ્ય છે.
જીવ એટલે ચેતનાયુક્ત દ્રવ્ય, અથાત્ આત્મા.
અજીવ એટલે ચેતનારહિત દ્રવ્ય. તે પાંચ પ્રકારના છે. ધર્મ, અધમ, આકાશ, કાલ અને પુદ્ગલ. કમ એ પુદ્ગલનું જ પરિણામ છે, એ વાત અમે પૂર્વે સમજાવી ગયા છીએ.
ફલની અપેક્ષાએ કમના બે પ્રકારે છે. એક શુભ ફળ