________________
૩૯૦
આત્મતત્વવિચાર
mm
છે, કોઈ પંડિત છે, તો કોઈ મૂર્ખ છે, કેઈ સ્વરૂપવાન છે, તે કઈ વિરૂપ છે, કેઈ નીરોગી છે, તે કોઈ વિવિધ રોગોથી ઘેરાયેલા છે. જગતનું તમામ વિચિગ્ય કર્મને આભારી છે. મૂર્ત કર્મોની અમૂર્ત આમા પર અસર થાય છે.
મૂર્ત કર્મોની આત્મા પર અસર થાય ખરી?” આ પ્રશ્ન પણ કેટલાક તફથી પૂછવામાં આવે છે, એટલે તેને ખુલાસે કરી દઈએ. મૂર્ત વતુ અમૂર્ત વસ્તુ ઉપર અસર ન જ કરી શકે એવો નિયમ નથી. જ્ઞાન અમૂર્ત છે, છતાં મદિરા, વિષ આદિ મૂત વસ્તુઓથી તેના પર ઉપઘાત (માઠી અસર) થાય છે અને ઘી, દૂધ વગેરે પુષ્ટિકર પદાર્થોથી અનુગ્રહ ( સારી અસર) થાય છે. આ રીતે મૂર્ત કર્મો અમૂર્ત એવા આત્માની શક્તિ પર અસર પહોંચાડી શકે છે. પરંતુ અહીં એ સમજી લેવાની જરૂર છે કે સંસારી આત્મા એકાંતે એટલે સર્વથા અમૂર્ત નથી. તે કથંચિત્ મૂર્ત પણ છે. જેમ અગ્નિ અને લેઢાને સંબંધ થતાં લોઢું અગ્નિરૂપ થઈ જાય છે, તેમ સંસારી આત્મા અને કર્મને અનાદિ કાળથી પરસ્પર સંબંધ હોવાને કારણે તે કર્મનાં પરિણામરૂપ બની જાય છે, તેથી તે કથંચિત મૂર્ત પણ છે અને મૂર્ત વસ્તુની મૂર્ત વસ્તુ પર અસર થવામાં તે કોઈ આપત્તિ નથી, એટલે કર્મની કથંચિત્ ભૂત આત્મા પર અસર થાય છે, એમ માનવામાં જરાય વાંધો નથી.
કમને કેટલાક સામાન્ય વસ્તુ માની કર્મવાદને નિંદે છે, પણ જૈન ધર્મો પ્રરૂપેલે કર્મવાદ સામાન્ય વસ્તુ નથી, એ તે વિશ્વની અનેક રહસ્યમયી ઘટનાઓને ઉકેલ કરનારૂં મહા