________________
ઇકબજો
Shahrushti -
-
sscoooooook
-
વ્યાખ્યાન એગણીશમું
કર્મબંધ મહાનુભાવે !
આત્મતત્વનો વિચાર કરતાં કર્મને વિષય ઉપસ્થિત થયે છે અને તેનું વર્ણન ચાલી રહ્યું છે. રામાયણ વાંચતાં રાવણનું અને મહાવીરચરિત્ર વાંચતાં ગોશાળાનું વર્ણન આવે, એ સ્વાભાવિક છે. '
“કર્મ કોને કહેવાય?” તથા “કમની શક્તિ કેટલી ?' એ વિષે ગત વ્યાખ્યાનમાં અમે વિસ્તારથી વિવેચન કરેલું છે, પણ આ વિષય ગહન છે અને તે વિષે અમારે હજી ઘણું કહેવાનું છે, માટે તમે બરાબર ધ્યાન આપજે. કાયા અહી અને મન બીજે, એવી હાલતમાં કોઈ પણ સૂમ વિષય ગ્રહણ થઈ શકે નહિ”
રંગભૂમિ પર ભજવાતાં નાટકોમાં સજજન અને ખલ એ બંને જાતના પાત્ર હોય છે. તેમાં ખલનું કાર્ય સજજન પુરુષની વિવિધ રીતે સતામણી કરવાનું હોય છે. આ કાર્યમાં તે કેટલીક વખત ફાવી જાય છે, પણ આખરે તેના હાથ હેઠા પડે છે અને તે ભૂંડા હાલે માર્યો જાય છે. સંસારરૂપી નાટકમાં પણ બરાબર આવી જ ઘટના બને છે. તેમાં સજજનને સ્થાને આત્મા છે અને ખલને સ્થાને કર્યું છે,