________________
કમની શક્તિ
આપણે આ ભવમાં કમને સંપૂર્ણ તેડી ન શકીએ તે પણ તેને ઢીલાં તે કરી જ શકીએ. ઢીલા કર્મોનું ફળ પ્રમાણમાં ઓછું ભોગવવું પડે છે, જ્યારે મજબૂત કર્મનું ફળ પ્રમાણમાં ઘણું વધારે ભોગવવું પડે છે. જેમ કાપી નાખેલાં મૂળવાળું વૃક્ષ લાંબા સમય ટકી શકતું નથી, તેમ ઢીલા કરેલાં કમી પણ લાંબા સમય ટકી શકતાં નથી.
રસ્તે ચાલ્યો જતે માણસ સામે ખાડે છે, એમ જાણે પણ ચેતે નહિ તે તેમાં પડે અને તેનું ફળ ભોગવે, તેમ આપણે પણ કમરૂપી ખાડાને જાણ્યા પછી તેનાથી ચેતીએ નહિ તે તેમાં પડીએ અને તેનાં કડવાં ફળો ભેગવીએ.
કેટલાક કહે છે કે અમને ધર્મનું આરાધન કરવાની તે ઘણી જ ઈચ્છા છે, પણ અનેકવિધ અંતરાયોને લઈને તેમ કરી શકતા નથી. પરંતુ સબળ ઈચ્છા હોય તે ધર્મનું આરાધન અવશ્ય થઈ શકે છે.
વિશેષ અવસરે કહેવાશે.