________________
કર્મ બંધ
૩૮૫
કર્મનું મુખ્ય કાર્ય આત્માને સતાવવાનું છે. તેમાં તે ઘણવાર ફાવી જાય છે, પણ આમા બળવાન બનતાં તેના હાથ હેઠા પડે છે અને છેવટે તે નાશ પામે છે.
જે આત્મા એકલો હેત તે તે શુદ્ધ સવરૂપી હેત, ચિદાનંદ અવસ્થામાં હેત અને અનંત અનંત સુખનો ઉપગ કરતે હેત, પણ તે એકલો નથી, કર્મથી યુક્ત છે. વધારે સ્પષ્ટ કહીએ તે તેને કર્મનું બંધન છે, એટલે તેને એક ગતિમાંથી બીજી ગતિમાં સંસરણ કરવું પડે છે અને જન્મ, જરા, વ્યાધિ તથા મૃત્યુનાં વિવિધ દુખે ગવવાં પડે છે.
આત્માને કમબંધ ક્યારે પ્રાપ્ત થયું ?
એક મહાનુભાવ પ્રશ્ન કરે છે કે, “આત્માને કર્મબંધન કયારે પ્રાપ્ત થયું? તેને અહીં ઉત્તર આપીશું. આત્મા પ્રથમ શુદ્ધ હતા અને પછી તેને કર્મ વળગ્યા-કર્મબંધન પ્રાપ્ત થયું, એવી કઈ સ્થિતિ નથી; કારણ કે શુદ્ધ આત્માને કમ વળગતા હોય તો મુક્તાવસ્થા કે સિદ્ધાવસ્થા પ્રાપ્ત થયા પછી પણ કર્મબંધનને પ્રસંગ પ્રાપ્ત થાય અને સિદ્ધોને ફરી સંસારમાં પડવાનો વારો આવે.
કેટલાક એમ માને છે કે સિદ્ધ થયેલા જીવ જગતના લોકોને દુઃખી જોઈ તેમને ઉદ્ધાર કરવા મૃત્યુલોકમાં જન્મ લે છે, પણ એવી માન્યતા સિદ્ધાંતસિદ્ધ નથી, અને વિચાર કરતા આ વસ્તુ યુક્તિસંગત પણ જણાતી નથી. શ્રી વિશોષાવશ્યકભાષ્યમાં સિદ્ધનો અર્થ આ પ્રમાણે કર્યું છે. ૨૫