________________
કમની શક્તિ
૩૮૧
રુદ્ર એટલે શંકર મહાદેવ કે મહેશ તે આ સુષ્ટિને સંહાર કરે છે, એવી પાણિક માન્યતા છે, પરંતુ કમેં તેમને પણ છોડયા નથી. તેમને હાથમાં ભિક્ષાનું પાત્ર આપ્યું છે અને તેના વડે તેઓ પોતાને નિર્વાહ કરે છે !
સૂર્યની ગણના પણ મોટા દેવમાં થાય છે. નવે ય ગ્રહમાં તેની મુખ્યતા છે. તે જગતનાં બધા પ્રાણીઓને ઉષ્મા આપીને જીવનક્રિયામાં મદદ કરે છે. પરંતુ તેના હાલ પણ કેમેં બૂરા કર્યા છે. રોજ પરિભ્રમણ કરવાનું અને તે પણ આકાશમાં કે જ્યાં બીજી કોઈ વસ્તુને આધાર નહિ !
બૌદ્ધ શાસ્ત્રોમાં નીચેને કલેક દષ્ટિગોચર થાય છે. इत एकनवतितमे कल्पे, शक्त्या मे पुरुषो हतः । तेन कर्मविपाकेन, पादे विद्धोऽस्मि भिक्षिवः ॥
વિહાર દરમિયાન બુદ્ધના પગમાં કાંટે ભેંકાય છે, ત્યારે તેઓ ભિક્ષુઓને ઉદ્દેશીને કહે છે કે “હે ભિક્ષુઓ ! આજથી એકાણુમા કપે હું જ્યારે રાજા હતા, ત્યારે એક પુરુષને મેં ભાલા વડે હણ્યા હતા, એ કવિ પાકથી આજે હું કાંટા વડે વીંધા છું.” તાત્પર્ય કે હજારો-લાખો વર્ષ પછી પણ કમ પિતાનું ફળ બતાવે છે, એટલે તેની શક્તિ અમોઘ છે.
હવે કર્મની શક્તિ શી રીતે ઓછી કરવી? તે પણ તમને બતાવીશું. દુશ્મનને દુશમન તે આપણે મિત્ર, એ નીતિ વ્યવહારમાં પ્રચલિત છે, આમાને દુશમન કર્મ છે અને કમને દુશ્મન ધર્મ છે. માટે તે આપણે મિત્ર છે.