________________
૩૮૦
VvM
આત્મતત્વવિચાર रुद्रो येन कपालपाणिपुटके भिक्षाटनं सेवते, सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे ।।
તે કર્મની શક્તિને નમસ્કાર છે કે જેણે બ્રહ્મા જેવા મહાન દેવને આ વિશ્વમાં કુંભારનાં જેવું કામ સેપ્યું. લૌકિક શાસ્ત્રો એમ માને છે કે આ સૃષ્ટિનું સર્જન બ્રહ્યા કરે છે, એટલે નાના-મોટા સર્વ પદાર્થો તેના વડે જ ઘડાય છે. આ રીતે નાના-મોટા પદાર્થોને નિરંતર ઘડયા કરવા એ કુંભારનાં જેવું જ કામ થયું. પરંતુ કર્મ શક્તિ આટલેથી જ અટકી નથી. વિષ્ણુ કે જે આ સૃષ્ટિને પાલણહાર માટે દેવ ગણાય, તેને દશ અવતાર લેવાનું ગહન કામ સંપીને મોટા સંકટમાં મૂકી દીધો.
અવતાર લે એટલે જન્મ, જરા અને મરણની સાંકળમાંથી પસાર થવું, તેથી તેમાં સંકટ પડે એ દેખીતું છે. મત્સ્ય, કચ્છપ, વરાહ, નૃસિંહ વામન, પરશુરામ, કૃષ્ણ, રામ બુદ્ધ, અને કલ્કી એ દશ વિષ્ણુના મોટા અવતાર મનાય છે. તેમાં નવ અવતાર થઈ ગયા અને દશમે કલ્કીને અવતાર હવે પછી થશે, એમ તેમની માન્યતા છે વિષ્ણુના મોટા અવતાર ચોવીશ મનાય છે, તેમાં આઠમે અવતાર શ્રી ઋષભદેવજીને ગણે છે. ભાગવતના પંચમસ્કંધના ત્રીજા અધ્યાયમાં તેમનાં માતા-પિતાનાં નામ મરુદેવી અને નાભિરાજ જ આપેલાં છે. વળી તેમના પુત્રની સંખ્યા પણ સોની જ જણાવેલી છે. એટલે શ્રી ઋષભદેવ એક ઐતિહાસિક પુરુષ હતા, તે આ પરથી સિદ્ધ થાય છે.