________________
૩૪૮,
આત્મતત્વવિચાર
બને છે. આ બધાએ સ્કંધના પ્રકારો હોવાથી સકંધની સંખ્યા અનંતાનંત છે.
સ્કંધ કેટલે વખત ટકી શકે, તેને ખુલાસો જૈન શાસ્ત્રોમાં થયેલ છે. જઘન્યથી સ્કંધ એક સમય ટકે, મધ્યમથી લાખો, કેડે, અબજો વર્ષ સુધી ટકે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત વર્ષ સુધી ટકે. પરંતુ ત્યાર પછી તેને નાશ થાય અને તે છૂટે પડી અણુ-પરમાણુના રૂપમાં આવી જાય. આવા અણુ-પરમાણુ ફરી પાછા ભેગા મળે અને તેને સ્કંધ રચાય. આમ પુદ્ગલમાં ભેગા થવાની અને છૂટા પડવાની ક્રિયા થયા જ કરે છે, તેથી શાસ્ત્રકારોએ તેનું “પુદગલ” એવું ગુણનિષ્પન્ન નામ આપ્યું છે. - જે પુદ્દગલના અણુ-પરમાણુ ભેગા થતા ન હોય તે કઈ પણ વસ્તુ બની શકે જ નહિ. તમે પાટ, બાજોઠ, પુસ્તક ઠવણ, થાળ, દીવાલ વગેરે જે કંઈ જુઓ છો, તે બધી વસ્તુઓ પરમાણુ ભેગા થવાથી જ બનેલી છે. તે જ રીતે મોટા કંધમાંથી નાના છે અને નાના અંધામાંથી વધારે નાના છે છૂટા પડતા ન હોય તે કઈ પણ વસ્તુમાં કશે ફેરફાર થઈ શકે જ નહિ, જે વસ્તુ જેવી હેય તેવી જ રહે, પણ આપણે જોઈએ છીએ કે વસ્તુઓ તૂટે છે, ફૂટે છે, બગડે
તત્ત્વાર્થસૂત્રની સિદ્ધસેનીય ટીકામાં “દૂરનારનારાપુરા' એમ જણાવેલું છે. આ ૫-૧. દિગમ્બર ગ્રંથ રાજવાતિકમાં “પૂરળનાનāસંજ્ઞવાત પુસ્ત્રાઃ ' એમ જણાવ્યું છે. અ. ૫. સૂ. ૧ ધવલા હરિવંશ પુરાણ (સર્ગ ૭) વગેરેમાં પણ લગભગ આવી જ વ્યાખ્યાઓ આવેલી છે.