________________
કમની ઓળખાણ
३४७
તેથી પાંચ વર્ષને છોકરો ઘણે નાને કહેવાય છે, પણ વાસ્તવિક રીતે એ ઘણે નાનો નથી. કેઈ બે વર્ષ બાદ ન છોકરો આવે તો એ મોટો ગણાશે ને પેલે નાને ગણાશે. તે જ રીતે પછીના છોકરાથી એ પણ મોટે ગણશે અને ન આવેલ નાને ગણાશે. તાત્પર્ય કે આ રજકણે ખૂબ નાનાં કહેવાય છે, પણ વાસ્તવિક રીતે તે ખૂબ નાનાં કે તદ્દન નાના નથી. તેનાથી પણ વધારે નાનાં બીજાં રજકણે હોય છે. આ રજકણના જ્યારે ભાગ પડે અને તે ભાગના પણ વિશેષ ભાગ પડે, ત્યારે તે એટલા સૂક્ષમ બની જાય છે કે ગમે તેવા પ્રકાશનાં બિબમાં પણ આપણે તેને જોઈ શકીએ નહિ.
આમ છતાં ક૯૫નાથી તેને ખ્યાલ લાવવા ચાહીએ, તે લાવી શકીએ ખરા, જેમકે એક રજકણને આઠમો ભાગ, સેળો ભાગ, સેમ ભાગ, હજારો ભાગ વગેરે. આ રીતે તેના ક૯૫નાથી ભાગ કરતાં કરતાં જ્યારે એવી સ્થિતિ આવી પહોંચે કે તેનો ભાગ ન જ થઈ શકે, ત્યારે તેને નાનામાં નાને, સૂકમમાં સૂક્ષમ કે સૂક્ષ્માતિસૂમ અંશ કહેવાય. આવા સૂક્ષમાતિસૂક્ષમ અંશને જ શાસ્ત્રકારોએ “આણુની સંજ્ઞા આપી છે. આનાથી કોઈ વસ્તુ નાની નથી. એટલે તેને જ પરમાણુ સમજવાને છે. જે વસ્તુ સહુથી નાની તે પરમાણું. ગમે તેવા મોટા સૂક્ષમદર્શક યંત્રથી પણ તે જોઈ શકાતા નથી.
એક અણુ કે પરમાણુ બીજા અણુ કે પરમાણુ સાથે જોડાય ત્યારે સ્કંધ બને છે. બે પરમાણુને કયણુક, ત્રણ ૫૨. માણને વ્યણુક, ચાર પરમાણુને ચતુરણુક, એમ અસંખ્ય પરમાણુને અસંખ્યામુક અને અનંત પરમાણુને અનંતાણુક