________________
૩૪૬
આત્મતત્વવિચાર આધુનિક વિજ્ઞાનમાં ભૌતિકશાસ્ત્ર(Physics)ની મુખ્યતા છે અને તેની બોલબાલા થઈ રહી છે, પરંતુ આ વિષયમાં જૈન દર્શનના ખેડાણને કઈ પહોંચી શકે તેમ નથી. જૈન દર્શનમાં પુદગલનાં સૂમમાં સૂક્ષમ સ્વરૂપથી સ્થૂલ સ્વરૂપ સુધીને વિચાર બરાબર કરવામાં આવ્યો છે અને તેનાથી નિર્મિત થતાં શબદ, અંધકાર, પ્રકાશ, કાંતિ, છાયા આતપ, વગેરેનું પણ વિશદ વર્ણન કરેલું છે. જ્યારે ભારતના અન્ય દશને શબ્દને આકાશને ગુણ માનતા હતા, ત્યારે જૈન દશને તેને પુદગલને ગુણ માન્યો હતો અને તે ક્ષણ માત્રમાં લેકના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવાની શાક્ત ધરાવે છે, એમ જાહેર કર્યું હતું. તે આજે રેડિયેની શોધ થતાં સાબિત થઈ ગયું છે. આ રીતે જૈન દર્શન ઘણું સૂક્ષ્મ તથા સત્ય છે અને દિનપ્રતિદિન વિદ્વાનોને તેની વિશેષ ને વિશેષ ખાતરી થતી જાય છે.
કર્મ એ પૌગલિક વસ્તુ છે કમની ઓળખાણ કરવા માટે પ્રથમ પુદગલની એળખાણ કરી લેવી પડશે. કારણ કે કમ એ પૌગલિક વસ્તુ છે.
પુદગલ અણુરૂપે પણ હેય અને અંધરૂપે પણ હેય. એક ઓરડામાં બાકોરા વાટે સૂર્યને પ્રકાશ આવતો હોય તે તેમાં અસંખ્ય રજકણે ઉડતાં નજરે પડે છે, તેને આપણે ખૂબ નાના, બારીક કે સૂક્ષમ કહીએ છીએ, પણ આ તે વ્યાવહારિક વચન છે. ઘરમાં સીત્તેર વર્ષની ડેસી હોય, પચાસ વર્ષને પિતા હોય, પચીસ, વીસ કે પંદર વર્ષનાં ભાઈ-બહેને હાય,