________________
ક્રમ ની એાળખાણુ
૩૪૫
કહેવા ઈચ્છીએ છીએ, કારણ કે કેટલાક જડ એવા પુદ્ગલનાં સયાજનથી પણ ચૈતન્યની ઉત્પત્તિ માને છે અને આત્મતત્ત્વની સ્વત ́ત્રતા ઉડાવી ă છે, પરંતુ પુદ્દગલમાં ચૈતન્યને એક અંશ પણ નથી, એટલે ગમે તેટલાં પુદ્ગલાને ગમે તે રીતે, ગમે તે પ્રકારે, એકત્ર કરવામાં આવે તે પણ તેમાંથી ચૈતન્યની ઉત્પત્તિ થઈ શકતી નથી.
છદ્રબ્યામાં ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ અને જીવાસ્તિકાય અરૂપી છે અને પુગલ રૂપી છે. અરૂપીના ગુણ્ણ અરૂપી અને રૂપીના ગુણ્ણા રૂપી. આમ છતાં અરૂપી પદાર્થો જાણી શકાય છે. સમય પસાર થાય છે, એ દેખાતા નથી. પણ તેનાં કાય વડે જાણી શકાય છે. આમાં દેખાતા નથી, પણ તેનાં કાય વડે જાણી શકાય છે, તે જ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ પણ તેનાં કાર્યો વડે જાણી શકાય છે.
જેટલુ' માપ લાકાકાશનું, તેટલું જ માપ ધર્માસ્તિકાયનું, જેટલા પ્રદેશ લેાકાકાશના, તેટલા જ પ્રદેશા ધર્માસ્તિકાયના આકાશના એક પ્રદેશમાં ધર્માસ્તિકાયના એક પ્રદેશ હાય, પણ મે નહિ, કારણકે તે વ્યાપક છે, એના સકાચ થઈ શકતા નથી. ધર્માસ્તિકાયનું' પણ એમ જ સમજવું, પરંતુ આકાશના એક પ્રદેશમાં આત્માના અસખ્યાત પ્રદેશે ડાય છે, કારણ કે આત્મા હમેશાં સર્વવ્યાપક નથી, કવચિત્ જ લાવ્યાપી અને ક્ષેત્ર એટલે તેના સઢાચ-વિકાસ થઇ શકે છે.
× સમુદ્ધાત વખતે આ સ્થિર ખને છે. તેના ખુલાસા ‘આત્માની અખંડતા' વિષયક પાંચમાં વ્યાખ્યાનમાં અપાયેલા છે,