________________
આમતત્વવિચાર
હોય, પણ પછી પોતાનું વર્તન સુધારે છે અને ભવિષ્યમાં બહુ સારી રીતે વર્તે છે, પણ જેઓ દુન-દુષ્ટ છે, તેઓ પિતાનું વર્તન-વ-આદત-પ્રકૃતિ કદી સુધારતા નથી. એક કવિએ કહ્યું છે કે – દુષ્ટ ન છેડે દુષ્ટતા, લાખ શિખામણ તિ, જ્યમ બહુ બહુ ધાયા છતાં, કાજળ હેય ન વેત,
કાજળને ગમે તેટલીવાર ધૂઓ છતાં તે તસફેદ થતું નથી, તેમ દુષ્ટ માણસને લાખ વાર શિખામણ આપો, પરંતુ તે પોતાની દુષ્ટતા છોડતું નથી.”
કર્મો પણ આ દુષ્ટ મનુષ્યો જેવા છે, તે છેવટ સુધી પિતાની દુષ્ટતા છોડતા નથી, એટલે આપણા આત્મા સાથે તેને સંબંધ ચાલુ રહે છે તે આફતકારી નીવડવાને અને આપણું દશા દારુણ દાવાનળમાં સપડાઈ ગયેલી સસલા વગેરે જનાવરો જેવી થવાની.
કર્મના આફતકારી-અનિષ્ટકારી સંબંધોને કાયમી અંત લાવવો હોય તે પહેલાં આપણે તેનું સ્વરૂપ બરાબર જાણી લેવું જોઈએ. કેટલાક કહે છે કે આપણે તે આત્માને વિકાસ કરવા ઈચ્છીએ છીએ, તેથી આત્માનું સ્વરૂપ જાણું લેવું જરૂરનું છે, પણ કર્મનું સ્વરૂપ જાણવાની શી જરૂર છે પરંતુ આમ કહેવું ઉચિત નથી, એક વસ્તુને વિકાસ કરવા માટે જેમ તેનું સ્વરૂપ જાણવાની જરૂર છે, તેમ એક વસ્તુને વિનાશ કરવા માટે પણ તેનું સ્વરૂપ જાણવાની જરૂર છે. આરોગ્ય ઈચ્છતા મનુષ્યો વ્યાધિનું સ્વરૂપ ન જાણે તે તેને વિનાશ–તેનું નિવારણ શી રીતે કરી શકે? અથવા એક સેનાનાયકને શત્રુને દુશ.