________________
આત્મશક્તિ
૩૩૫
મન સ્થિર થાય, ત્યારે ભીતરમાં રહેલા આત્મસુખઆનંદને અનુભવ થાય. જો કે આ આનંદ વીતરાગી આત્માના અનંતમાં ભાગે છે, છતાં એક વખત તેને અનુભવ થયા પછી તે વારંવાર મેળવવાનું મન થાય છે.
હું આત્મા છું, અનંતજ્ઞાનવાળો છું, અનંત શક્તિ વાળો છું, અનંત સુખને ભંડાર છું, મારા ગુણ કે આનં– દને કઈ લૂંટી ગયું નથી. એ તે મારામાં જ છે, આમ આત્માના સવભાવ પર વિચાર કરતાં આગળ વધી શકાય.
આત્મા છું, દેહ જડ છે, જગતના પદાર્થો જડ છે. હું એકલે આવ્યો છું અને એક જવાન છું. મારું કોઈ નથી.” આવા વિચાર દઢ થતાં ધમયાનની વૃદ્ધિ થવા લાગે. એ વખતે જે શાંતિ-સુખ-આનંદને અનુભવ થાય, તે અપૂર્વ હોય. તેની તુલના આ જગતના કોઈ પાર્થિવ પદાર્થથી થઈ શકે નહિ.
આ સ્થિતિમાંથી આગળ વધવા માટે પરમાત્મા પ્રત્યે અંતરંગ ભક્તિ જોઈએ, સંયમની સાધના જોઈએ અને તપનું પણ આરાધન જોઈએ. પરમાત્માએ સંયમ અને તપ વડે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રકટ કર્યું અને સાચું સુખ માણ્યું, એ વસ્તુ આપણા માટે માર્ગદર્શક છે. આપણે એ જ રસ્તે આગળ વધવાનું અને આત્માનું સાચું સુખ માણવાનું.