________________
આત્મતત્તવિચાર
આપણું મન માંકડા જેવું છે. તે આપણને નચાવે છે, તેથી ઘડીકમાં આ લેવાની અને ઘડીકમાં તે લેવાની ઈચ્છા થાય છે. એને વશ કરવું સહેલું નથી, પણ અભ્યાસ એક એવી વસ્તુ છે કે તેનાથી સર્વ કાર્ય સિદ્ધ થઈ શકે છે.
મ્યાન રિચાં વિત્ત” એ મહાપુરુષનું વચન છે, એટલે ખરી જરૂર તેને અભ્યાસ કરવાની છે.
ધર્મક્રિયા રાગદ્વેષ ઓછા કરવા માટે છે, કષાયે તેડવા માટે છે. એ ધર્મક્રિયા જે છળકપટ કે દંભથી થાય કે સાંસા રિક સુખે મેળવવાની ઈચ્છાથી થાય તે અનંત જન્મ-મરણ કરવા પડે, અર્થાત્ સંસાર વધી જાય, આત્મા આત્માના સ્વભાવમાં રમે તે બળવાન થાય, પછી ભલે તે કર્મના પાંજરામાં પૂરાયેલે હોય, પણ પરભાવમાં રમવા લાગે કે તેનું બળ ક્ષીણ થઈ જાય..
આટલી વસ્તુ તમે ગોખી રાખો કે આત્મા જેમ વીતરાગતાની નજીક જ જાય, તેમ તેને આનંદ વધતું જાય. . વીતરાગતાથી જ આત્માનું સાચું સુખ પ્રગટે છે. તમે આ વીતરાગતાને તમારું ધ્યેય બનાવે, એટલે આત્માનું સાચું સુખ માણી શકશે.