________________
કઈ કઈ વેળા ગુરુ-શિષ્યની, જેડી સાથે વિચરે, ચક-જુગારી-એટી-પ્રમાદી, જન પર જાદુ કરે; પંથ ભૂલ્યા અજ્ઞાન જીવોને, સાચો રાહ બતાવે, વેર-ઝેર-
કયા-કંકાસ, કલેશ-કુસ૫ મિટાવે, જૈન અને જૈનેતર જનતા, કરે અતિ સન્માન, આ૦ ૪ ગામે ગામ વિચરતાં મુનિવર, કછ કાઠિયાવાડ, ઘેલું કરે ગુજરાતને, મહેકાવે મારવાડ; પગલે, પગલે ધરતી ઉપર, ધર્મ બીજ રોપાતાં, વાણુની વર્ષોથી જાણે જન હયા છલકાતાં, ધર્મ ધજા લહેરાય ગગનમાં, એ જ નિરંતર ધ્યાન. આ૦ ૫ એક હજાર નવસે ત્રાણ, ચિત્ર પદ પાંચમને દિન, શહેરના આબાલ-વૃદ્ધ સૌ, ભક્તિભાવમાં લીન દૂર દૂરથી ભક્તજને કંઈ, આવીને ઉભરાયાં, માનવંતા શ્રી લક્ષ્મણ મુનિનાં, ગુણ અનેરાં ગાયાં; જય જય નાદે ગુરુએ દીધું, આચાર્ય પદવી દાન, આ૦ ૬ કીર્તિ ઉપર કળશ સરીખે, દક્ષિણ દેશ પ્રવાસ, સૂરીશ્વરજીની શક્તિને એ, અનુપમ છે ઇતિહાસ, શ્રમણ-સંસ્કૃતિ કે એણે દીધો દીવ્ય પ્રકાશ, સત્ય અહિંસા ત્યાગ ધમની, પ્રસરાવી સુવાસ; હજી સુધી કે અન્ય મુનિને, મળ્યું ન આવું માન! આ૦ ૭ રાજા મહારાજા કે મંત્રીશ્વર, રાજ્યપાલ પણ આવે, અદ્દભુત વાણી સૂણુતાં સૂરિને, ચરણે શીષ નમાવે; જનધર્મના સિદ્ધાંતમાં, જિજ્ઞાસા બતલાવે, પગલે પગલે લક્ષ્મણસૂરિજી, પરિવર્તન ઉપજાવે, મુક્તહૃદયથી વીર વાણીનું કરાવતા ર૩પાન, આ૦ ૮