________________
પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલક્ષમણભૂરીશ્વરજી મહારાજના આચાર્ય પદાર્પણના ૨૫ વર્ષની પૂર્તિ
પ્રસંગે ગવાયેલ, ગુરુ-ગુણ-ગીત
આત્મકમલ લબ્ધિમાંથી, પ્રગટયું એક નિધાન, લક્ષણવંતા લક્ષમણસૂરિજી, જિનશાસનની શાન; વશીકરણ શી વાણુ જેની, તિ-કિરણ સમ જ્ઞાન, આચારજ-પદ પચ્ચીશી મહોત્સવ, સંઘ કરે બહુમાન, આ૦ ૧ જન્મ દીધો અણમોલ રતનને, ધન્ય જાવા ગામ, દીપાવ્યું નિજ વતનને, નામ છે દેલતરામ; નાની વયમાં લુપ્ત થઈ ગઈ, માત-પિતાની છાયા, ભાગ્ય પ્રભાવે અવર જનોની, પામે મમતા માયા; દોલતરામની સાચી દોલત, ધર્મનું સાચું જ્ઞાન. આ૦ ૨
લતરામ ગયેલા દહી, ત્યાં દિલડું રંગાયું, લબ્ધિસરિની સૂણું દેશના, ચરણે શીર નમાવ્યું; દીક્ષા લીધી કેલતરામ, લક્ષ્મણવિજયજી નામ, ગુરૂદેવની આશીષ મળતાં, કરી રહ્યાં ઉત્થાન આ૦ ૩