________________
આત્મશક્તિ
૩૩૩
તે પડી ગયા અને બેશુદ્ધ બની ગયા. જાણકારોએ શેઠના છોકરાઓને આ વાતની ખબર આપી, એટલે શેઠને સહુથી નાને છોકરો દવા લઈને દોડતો આવ્યો.
દવા લીધા પછી થોડીવાર શેઠ શુદ્ધિમાં આવ્યા કે તરત આસપાસ વીંટળાયેલા લોકોને પૂછ્યું: “તમે મારી આ સ્થિતિની બધા છોકરાઓને ખબર આપી હતી?” લોકોએ કહ્યું : “હા, તમાશ ત્રણે છોકરાઓને ખબર આપી હતી.” તેમણે શું જવાબ આપ્યો? શેઠે પૂછ્યું. પેલાઓએ કહ્યું કે
અમે તમારા સહુથી મોટા છોકરાને ખબર આપી, ત્યારે તે બોલ્યા કે “આવું તે એમને ઘણીવાર થાય છે. આ દિવસ તેમની પાછળ કયાં દેડયા કરીએ? પછી બીજા છોકરાને ખબર આપી, ત્યારે તેણે કહ્યું કે “અત્યારે હું કામમાં છું. તમે થોડી સારવાર કરે, ત્યાં હું આવી પહોંચું છું.” પછી તમારા સહુથી નાના છોકરા પાસે ગયા, ત્યાં ગ્રાહકોની ધમાલ મચી હતી, એટલે તેને બાજુએ બોલાવીને સમાચાર આપ્યા છે તે બધું કામ પડતું મૂકીને દવા લઈને અહીં દોડતે આવ્યો.
આ બધી વાત ગુરુ મહારાજ સાંભળતા હતા. તેમને ઉદ્દેશીને શેઠ બોલ્યા: “સવારના મેં આપને કહ્યું હતું કે મારે એક જ છોકરો છે, ત્યારે આપને લાગ્યું હશે કે હું અસત્ય બોલું છું, પણ હવે તે આપને ખાતરી થઈ હશે કે મારે ખરેખર એક જ કરે છે. તેવી જ રીતે મારી પાસે ત્રણ લાખ સેનામહે છે, પણ તેમાંથી એક લાખ