________________
આત્મતત્વવિચાર ગામમાં ચોમાસું કરે તે સારું. એટલે તેમણે નગરશેઠને આગળ કર્યા અને બધાની વતી ગુરુમહારાજને ચોમાસાની વિનંતિ કરવા જણાવ્યું.
વ્યાખ્યાન પૂરું થયા પછી નગરશેઠ અને બીજા થોડાક ગુરુમહારાજ પાસે બેઠા. તે વખતે વાત-વાતમાં ગુરુમહારાજે શેઠને પૂછ્યું: “કેમ શેઠ ! આનંદમાં છે ને ? તમારી પાસે કેટલી મિલકત છે?” ગુરુ મહારાજ પ્રશ્ન પૂછે, એટલે જવાબ તે આપે જ જોઈએ, એટલે તેમણે જવાબ આપે કે મહારાજ ! એક લાખ સોનામહેર છે.
હવે ગુરુમહારાજે સાંભળ્યું હતું કે શેઠ પાસે ત્રણ લાખ સેનામહોરો છે, એટલે તેમને લાગ્યું કે આ શેઠ કૃપણ છે. તે ધર્મના માર્ગે પૈસા શું ખર્ચવાના ?' છતા શેઠની સચ્ચાઈ ચકાસવા બીજો પ્રશ્ન પૂછેઃ “શેઠ! તમારે કેટલા છોકરા છે?” શેઠે કહ્યું: “મહારાજ મારે એક છોકરે છે.”
શેઠને ત્રણ છોકરા હતા તે આખું ગામ જાણતું હતું અને ગામલેક પાસેથી ગુરુમહારાજે તે જાણ્યું હતું, એટલે તેમને લાગ્યું કે આ ગામમાં માસું કરવું યોગ્ય નથી. તેમણે પિતાની સાથેના સાધુઓને વિહારની તૈયારી કરવાની આજ્ઞા કરી. - સાંજે બધા પ્રતિક્રમણ કરવા આવ્યા, ત્યારે વિહારની તૈયારીઓ જોઇ તેમણે શેઠને ખબર આપી. શેઠ ગુરુમહારાજ આગળ આવ્યા. તે વખતે ઓચીંતી વાઈ આવવાથી