________________
આત્મસુખ
૩૩૧
દેવનાં સર્વકાલનાં એકઠાં કરેલા સમસ્ત સુખને અનંતગણું કરવામાં આવે અને તેના વર્ગને વર્ગ અનંત વાર કરવામાં આવે તે પણ તે મુકિતસુખની બરાબરી કરી શકે નહિ.”
મુક્તાવસ્થામાં-સિદ્ધાવસ્થામાં આત્માનાં જ્ઞાન, દર્શન, બળ અને સુખને ચરમ વિકાસ હોય છે. આથી શ્રેષ્ઠ અવસ્થા બીજી કોઈ સંભવતી નથી, તેથી સુજ્ઞ પુરુષોને સર્વ પ્રયત્ન એ અવસ્થા પ્રાપ્ત કરવા માટે જ હોય છે. આ સર્વ પ્રયત્નનું એક નામ ધર્મ છે. આત્માનું સાચુ સુખ માણવા માટે તે તમારે આચરવાનો છે.
ધર્મ સંબંધી અમે તમને આગળ ઉપર વિસ્તૃત સમજ આપવાના છીએ, પણ અહીં ટુંકમાં એટલું જણાવીએ કે દાન-શીલ-તપ-ભાવનું સારી રીતે આરાધન કરે અને દિનપ્રતિદિન તેમાં કેટલી પ્રગતિ કરી, તેને આંક તપાસતા રહે.
તમે “મારી પાસે આટલું ધન છે, તેટલું ધન છે.” વગેરે વિચારથી સંતોષ માને છો, પણ ધર્મના રસ્તે વાપરો તેટલુંજ ધન તમારું છે અને બાકીનું તમારું નથી, નથી ને નથી. વાપરો તેટલું ધન તમારું એ પર નગરશેઠનું દષ્ટાંત
એક ગામમાં ગુરુમહારાજ પધાર્યા. એ ગામના લોકો ભાવિક હતા. તેઓ ઈચ્છતા હતા કે ગુરુમહારાજ આપણા
* એ જ સંખ્યાને તે જ સંખ્યાએ ગુણવી એ વર્ગ (square) કર્યો કહેવાય.