________________
આત્મસુખ
૩૭
તે જ રીતે આત્મા પણ સકલ કર્મથી રહિત થતાં સીધી ઉર્ધ્વગતિ કરવાના સ્વભાવવાળે હેવાથી લેકના અગ્રભાગે પહોંચી જાય છે.
તે ત્યાંથી આગળ કેમ જતે નથી? તેનું કારણ પણ સમજી લેવું જોઈએ. ત્યાં આગળ અલોકાકાશ શરૂ થાય છે અને તેમાં ધર્માસિસકાય તથા અધમસ્તિકાય નામના ગતિસહાયક તથા સ્થિતિ સહાયક દ્રવ્યની વિદ્યામાનતા નથી, તેથી તે પ્રદેશમાં આત્માની ગતિ થઈ શકતી નથી.
કર્મહિત શુદ્ધ આત્માને આપણે સિદ્ધ ભગવંત કે સિદ્ધ પરમાત્મા કહીએ છીએ. આવા સિદ્ધ પરમાત્માઓ આજ સુધીમાં અનંત થઈ ગયા. તે બધા સિદ્ધશિલા ઉપર લેકના અગ્રભાગે સ્થિર થયેલા છે, એટલે તે સ્થાન સિદ્ધશિલા તરીકે ઓળખાય છે.
સિદ્ધશિલા ગુણ ઉજળી, લેકાંતે ભગવંત,
વસિયા તેણે કારણ ભવિ, શિશિખા પૂજન, આ દુહે તમે પ્રભુપૂજા કરતી વખતે રાજ બોલે છે. તેનો અર્થ એ છે કે “લેકના અંતે એટલે અગ્રભાગે સિદ્ધ શિલા આવેલી છે. તે ઉજજવળ ગુણવાળી એટલે સ્ફટિક જેવી નિર્મળ છે. તેના પર લેકના અંતને અડીને પ્રભુ મુક્ત અવસ્થાએ રહેલા છે. પ્રભુની શિરશિખા એ સિદ્ધશિલાનું સ્મરણ કરાવતી હોવાથી અત્યંત પવિત્ર છે અને તે જ કારણે હું તેની પૂજા કરું છું.
કેટલાક કહે છે કે સિદ્ધશિલામાં રહેલા આત્માઓને કોઈ