________________
૩ર૬
આત્મતત્તવવિચાર
તે સર્વ વાસનાઓને ક્ષય થયેલ હોય છે, તેથી ત્યાં કોઈ પણ પ્રકારની ઈચ્છા જ થતી નથી. વળી ઈચ્છા થવામાં એક પ્રકારને મોહજન્ય મને વ્યાપાર નિમિત્તભૂત હેય છે, પરંતુ આ અવસ્થામાં તો નથી હોતે મહજન્ય વ્યાપાર, નથી હોતી ઈન્દ્રિયો કે નથી હોતું કોઈ પણ પ્રકારનું શરીર! તેમાં માત્ર આત્મા જ શુદ્ધ સ્વરૂપે વિરાજતે હોય છે, એટલે ત્યાં મને વ્યાપાર થવાને કે ઈચ્છા ઉઠવાને પ્રશ્ન જ નથી!
“શરીર અને ઈન્દ્રિય વિના આત્મા એકલો શી રીતે હેતે હશે!” એવો પ્રશ્ન પણ કેટલાકને ઉઠે છે. તેનું સમાધાન એ છે કે “આત્મા એક સ્વતંત્ર દ્રવ્ય છે, એટલે બીજા પ્રત્યેની જેમ તે પણ એક આકાશમાં રહી શકે છે.”
શરીર વિનાનો આત્મા આકાશના ક્યા ભાગમાં રહેતો હશે?” એને ઉત્તર એ છે કે “આત્માની સ્વાભાવિક ગતિ ઉદવ છે, એટલે જ્યારે તે સકલ કર્મથી રહિત બને છે, ત્યારે સીધી ઉદર્વ ગતિ કરે છે અને લોકના અગ્રભાગે જઈને અટકે છે.
તુંબડાને માટીને લેપ કરીને તેના પર કપડું વીંટાળ્યું હેય પાછે તેના પર માટીને લેપ કર્યો હોય અને કપડું વીંટાળ્યું હોય, એમ અનેક લેપે કર્યા હોય, એટલે તે તુંબડું ભારે થવાથી પાણીનાં તળિયે બેસે છે, પણ પાણીનાં જેરથી જ્યારે એ બધા લેપ ધોવાઈ જાય છે અને કપડું ફાટીતૂટીને દૂર થઈ જાય છે ત્યારે તે તુંબડું તરવાના સ્વભાવવાળું હોવાથી સીધું પાણીની સપાટી ઉપર પહોંચી જાય છે,