________________
આમસુખ
ઉ૧૭
કૉલેજમાં પ્રવેશ મળશે કે નહિ? જે કોઈ સારી કૉલેજમાં પ્રવેશ મળી જાય અને અભ્યાસ આગળ ચાલે તે તરત જ એ ચિંતા થાય છે કે તે હવે સ્નાતક (ગ્રેજ્યુએટ) કયારે થશે? કઈ વિષયનો સ્નાતક થાય તે તરત એ ચિંતા થાય છે કે હવે તેને નોકરી કયી મળશે? અથવા ધંધામાં જોડાઈને સ્થિર કયારે થશે? જે તેને સારી નોકરી મળી જાય કે તેની ધંધામાં સ્થિરતા થાય તે તરત એ ચિંતા થાય છે કે હવે તેને સારા ઘરની સુશીલ કન્યા કયારે મળશે? જે સારા ઘરની સુશીલ કન્યા મળી જાય અને વિવાહાત્સવ ધામધૂમથી થઈ જાય તે તરત એ ચિંતા થાય છે કે હવે તેમને સંસાર કે ચાલશે ? તેમને સંસાર સારે ચાલે તો તરત એ ચિંતા થાય છે કે હવે તેમને ત્યાં પુત્રનું પારણું કયારે બંધાશે? આમ એક પછી એક ચિંતા લાગુ જ પડી હોય છે.
તમે એમ માને છે કે હવે આ સુખ મળ્યું, તે સુખ મળ્યું, પણ ત્યાં તમારાં માનેલાં બીજા સુખો ચાલ્યાં જાય છે અને તમારી સ્થિતિ દેડકાથી ધડો કરવા જનાર વાણિયા જેવી થઈ પડે છે.
દેડકાથી ધડો કરનાર વાણિયાનું દૃષ્ટાંત. એક વાણિયે રબારીવાડે ઘી લેવા ગયો. તેને પાંચશેર ઘી જોઈતું હતું, એટલે સાથે પાંચશેરી લીધી. પણ નાનાંમોટાં બીજા કોઈ કાટલાં લીધા નહિ. ઘી તપેલીમાં લેવાનું હતું, એટલે તેને ધડે કર જોઈએ, પણ ત્યાં ઘડો કરી શકાય એવી કોઈ વસ્તુ નજરે પડી નહિ. આથી તે રબારીવાડાથી થોડે દૂર ગયે, ત્યાં એક નાનાં ખાચિયાના કિનારે