________________
૩૧૬
આત્મતત્ત્વવિચાર
માનસિક શાંતિની જરૂર.
આત્માનું સુખ મેળવવા માટે પ્રથમ જરૂર માનસિક શાંતિની છે પણ આજે તે તેના દુકાળ પડયા હાય એવી સ્થિતિ નજરે પડે છે. પ્રાઇમીનીસ્ટરથી માંડીને પટાવાળા સુધી અને શેઠથી માંડીને મજુર સુધી કોઇને શાંતિ નથી. જે મહિને દશ હજાર કમાય છે, તેને પણ હાયવાય છે અને પાંચ હજાર કમાય છે, તેને પણ ઉપાધિ છે, વળી મહિને દશ હજારની પેદાશવાળાને પણ એટલી દોડાદોડી છે અને જખાન પર લાખાના સાદા કરનારનાં મગજ પણ ચિંતાથી મુક્ત નથી. લેાકા ઝંખે છે શાંતિ, પશુ જીવનક્રમ એવી રીતે ગેાઠવાયા છે કે જેમાં શાંતિના દર્શન થાય જ નહિ! આ આખી ચે પરિસ્થિતિ સુધારણા માગે છે.
આપણને એક વસ્તુ મેળવાની ઈચ્છા થયા પછી જયાં સુધી તે વસ્તુ મળતી નથી, ત્યાં સુધી મનને શાંતિ થતી નથી; અને એ વસ્તુ મળ્યા પછી તરત જ બીજી વસ્તુ મેળવવાની ઈચ્છા જાગૃત થાય છે, એડલે મળેલી શાંતિ ટકતી નથી. આમ ઇચ્છા અને પૂર્તિ, પૂર્તિ અને ઇચ્છાનુ જે એક ચક્ર ખને છે, તે સદા ચાલતું જ રહે છે, તેથી કયારેય શાંતિ દેખાતી નથી.
તમારા છેાકરા શાળામાં ભણતા હોય ત્યારે ચિંતા થાય છે કે તે કયારે મેટ્રીકમાં કે એસ. એસ. સી.ની પરીક્ષામાં ઉત્તીણ થશે ? તે મેટ્રીક કે એસ. એસ. સી.ની પરીક્ષામાં ઉત્તીણ થાય તા તરત જ ચિંતા થાય છે કે તેને કોઇ સારી