________________
૩૧૨
આત્મતત્વવિચાર
ચકવતીનું ભજન, બ્રહ્યદત્ત ચક્રવત બન્યા, તે પહેલાં ઘણી કઢંગી હાલતમાં ફરતો હતો. એક વાર તેને એક ગામથી બીજે ગામ જતાં એક બ્રાહ્મણને ભેટે થયે અને તે બંનેએ ત્રણ દિવસ અરણ્યમાં સાથે મુસાફરી કરી. પછી છૂટા પડતી વખતે બ્રહ્મદરે પેલા બ્રાહ્મણને કહ્યું કે “હું ભવિષ્યમાં ચકવર્તી રાજા થવાને છું. જે ચકવતી થાઉં તે મને જરૂર મળજે.”
કાલક્રમે બ્રહ્મદત્ત ચકવત થયા અને પિતા બ્રાહ્મણને તેની ખબર પડી, એટલે તે બ્રહ્મદત્તની પાસે આવ્યા. બ્રહ્મદત્ત તેને ખૂબ નેહભર્યો સત્કાર કર્યો અને જે જોઈએ તે માગી લેવા જણાવ્યું. આથી બ્રાહ્મણ મુંઝાયે. શુ માગવું? તેની સમજણ પડી નહિ, એટલે તેણે બ્રહ્મદત્તને કહ્યું કે “હું મારી પત્નીને પૂછી આવું. પછી માગવું હશે તે માગીશ.” બ્રહ્મદત્ત તે મંજૂર રાખ્યું.
બ્રાહ્મણે ઘરે આવીને પત્નીને બધી વાત કરી. તેની પત્ની ચતુર હતી, તે વિચારવા લાગી કે “જે આને રાજ્ય માગવાનું કહીશ તે એ ઘણું રાણુઓ પરણશે અને મને ભૂલી જશે. તેમજ અઢળક ધન માગવાનું કહીશ તે તેની વ્યવસ્થામાં મને યાદ નહિ કરે, એટલે એ માર્ગ સૂચવું કે “લાકડી ભાંગે નહિ અને સાપ મરે નહિ.” તેણે પતિને કહ્યું કે “તમારે ચક્રવર્તીના ઘરથી શરૂ કરીને તેનાં રાજ્યના દરેક ઘરમાં આપણે બંનેને એક દિવસનું ભેજન તથા એક સેનામહેરની દક્ષિણ મળે એમ માગવું.”