________________
આત્મસુખ
૩૧૧ સંબોધવામાં આવે છે. તમે આ શબ્દોના અર્થ પર કદી વિચાર કર્યો છે ખરે? જેમાં સત, ચિત્, અને આનંદ એ ત્રણ વસ્તુ હોય તે તે સચ્ચિદાનંદ કહેવાય.
આત્મા સતવાળે છે, એટલે તે સત્ય વસ્તુ છે, કે કાલ્પનિક વસ્તુ નથી. આત્માનાં અસ્તિત્વ સંબંધમાં અમે જે પ્રમાણે આપી ગયા છીએ, તે તમે ભૂલ્યા તો નહિ જ છે. આત્મા ચિતવાળે છે, એટલે ચેતનામય છે, ચિતન્યને ભંડાર છે. પણ કેટલાક માને છે, તેમ જડ કે જડપરિણતિ નથી. આત્મા આનંદવાળે છે, એટલે આનંદ અનુભવવાની શક્તિવાળે છે, આનંદમય છે, સુખમય છે. જે સહજ આનંદી એટલે સ્વભાવથી જ આનંદ હોય તે સહજાનંદી કહેવાય. કલમ આનંદ પામવાના સ્વભાવવાળી નથી, એટલે તેના વડે ગમે તેવાં રસિક કાવ્યો લખતાં હોય કે ગમે તેવા સુંદર સૂક્તોનું આલેખન થતું હોય તે પણ તેને આનંદ આવતો નથી. કડછી આનંદ પામવાના સ્વભાવવાળી નથી, એટલે તે દૂધપાક કે બાસુદીના તાવડામાં ગમે તેટલી વાર ફરે તે પણ આનંદ પામતી નથી. આનંદઘન શબ્દ આનંદના ઘનનું-સમૂહનું સૂચન કરે છે, એટલે આત્મા આનંદનો ભંડાર છે, આનંદનું ધામ છે, આનંદનું અકલ્પનીય ઉદ્દગમસ્થાન છે.
આત્માનું સુખ ગમે તેટલું ભગવે તે પણ દુખ આપતું નથી, ઉલટું તે વધારે ને વધારે મીઠું લાગે છે. આત્માનું સુખ તે ચક્રવર્તીનાં ભજન કરતાં પણ વધારે મીઠું છે, જેથી એક પણ વાર તેને વાદ ચાખ્યો હોય તે કદી ભૂલાતું નથી.