________________
આત્મતત્વવિચાર તેમણે ઈચ્છેલા પદાર્થોની પ્રાપ્તિમાં કંઈ પણ અંતરાય કે વિદન આવવાની સંભાવના ઊભી થાય તે તેમની માનસિક હાલત અતિ કફોડી બની જાય છે. તેઓ પિતાને કમનસીબ, ભાગ્યહીન કે ભારેકર્મી માની ઘણું દુઃખ અનુભવે છે, એટલે પદગલિક સુખની ઈચ્છા એ આર્તધ્યાનની જનેતા છે, આધ્યાનને પિષનારી એક મોટી નીક છે, આર્તધ્યાનને પુષ્ટ કરનારું એક પ્રબળ ઔષધ છે.
તમારી પાસે લાખો રૂપિયાની મૂડી હોય, રાજદરબાર વગેરેની જબર લાગવગ હોય કે ગવર્નર જનરલને હો હોય, પણ તમારાં ચિત્તમાં કોઈ પ્રકારની શાંતિ ન હોય, તમારા દિલને કોઈ પ્રકારને કરાર ન હોય તે એ ધન, લાગવગ કે સત્તાનું કઈ મૂલ્ય ખરૂં? અશાંતિ એ જ દુઃખ છે, અશાંતિ એ જ કષ્ટ છે અને અશાંતિ એ જ સર્વ સુખને સંહાર કરનારી ડાકણ છે. સર્વ પૌગલિક સુખનું પર્યવસાન અશાંતિમાં જ થાય છે, તેથી કંટક અને વિષની જેમ તે પરિહરવા યોગ્ય છે.
આત્માનાં સુખમાં કદી દુઃખ હેતું નથી, કારણ કે સુખ એ તેને સ્વભાવ છે. પોતાનો સ્વભાવ પિતાને કદી દુખ ન આપે. સિંહને જોઈને આપણે ધ્રુજીએ છીએ, પરંતુ એ તે એના સ્વભાવમાં જ મસ્ત હોય છે.
સુખ એ આત્માને સહજ સ્વભાવ છે. સુખ એ આત્માને સહજ ભાવ છે, સ્વભાવ છે, તેથી જ તેને સચ્ચિદાનંદ, સહજાનંદી, આનંદઘન વગેરે શબ્દથી