________________
આત્મસુખ
૩૦૯
પત્ની સદાચારમાં સ્થિર થાય તે માટે જ તેમણે તેની સાથે આ પ્રમાણે વ્રત લીધું હતું.
ત્યાર પછી શેઠાણી કોઈ વાર રખડવા ગયાં નહિ અને પતિની સારી રીતે સેવા કરવા લાગ્યાં, પણ કહેવાતાં સુખી સંસારનું ભીતરી દશ્ય કેવું છે, તે આપણે આ વાત પરથી જાણી શકીએ છીએ.
દુન્યવી સુખની સહુથી મોટી ખરાબી.
દુન્યવી સુખની સૌથી મોટી ખરાબી એ છે કે તેની લાલસામાં સપડાયેલા જીવને વારંવાર આર્તધ્યાન થયા કરે છે, અને તેમાંથી રૌદ્રધ્યાન પણ ઉત્પન્ન થાય છે. આ બંને ધ્યાને અશુભ કર્મબંધના હેતુ હોવાથી દુર્ગતિને નિમંત્રણ આપનારાં છે. ભગવંત શ્રી હેમચંદ્રાચાર્ય શાસ્ત્રના નવમા પ્રકાશમાં ફરમાવે છે કે –
नाऽसद्ध्यानानि सेव्यानि, कौतुकेनाऽपि किंत्विह । स्वनाशायैव जायन्ते, सेव्यमानानि तानि यत् ॥
માટે ઈચ્છા વિના, કેવળ કૌતુક માટે પણ અસદધ્યાનેનું આલંબન લેવું નહિ, કેમકે તે અસધ્યાને સેવવાથી પોતાના જ વિનાશને માટે થાય છે.”
કેટલાક કહે છે કે “સુખપ્રાપ્તિ ઈચ્છા-આકાંક્ષા રાખીએ તેમાં આધ્યાન શુ?” પરંતુ તેઓ જે સુખપ્રાપ્તિની ઈચ્છા રાખે છે, તેમાં પૌગલિક પદાર્થો પ્રત્યેને પ્રબળ રાગ કારણભૂત હોય છે, તેથી મનમાં તેનું સતત રટણ ચાલતું હોય છે. જે