________________
૨૯૮
આત્મતત્વવિચાર
ગમતું ન હોય, તેને જોઈને આનંદ થાય છે જ્યારે કોઈ પણ કારણે બીજું લગ્ન થાય અને ત્યાર પછી નવી સ્ત્રીને પુત્ર થાય ત્યારે રાગ નવા પુત્ર ઉપર વધી જાય છે અને જૂનીને પુત્ર અળખામણે થઈ પડે છે, તે જે ગમતું નથી, તેને જેવાથી દુઃખ થાય છે. પુત્ર એ જ છે, તે તેમાં શું ફર્યું ?
એટલે ધન, સંપત્તિ, પત્ની, પુત્ર વગેરેમાં સુખ આપવાની શક્તિ નથી, પણ તેની કલપનાથી મનુષ્ય સુખ માને છે. તેથી જ જ્ઞાનીઓએ આ સુખને કાપનિક કહ્યું છે.
દુન્યવી સુખે ક્ષણિક અને તુચ્છ છે. દુન્યવી સુખે ચિરસ્થાયી આનંદ આપી શકતા નથી, તે માત્ર ક્ષણિક આનંદ આપી શકે છે. તમને લાખ રૂપિયા મળે ત્યારે જેટલે આનંદ થાય, તેટલો આનંદ એક કલાક પછી થાય ખરે? અને એક દિવસ બાદ, અઠવાડિયા બાદ, મહિના બાદ, વર્ષ બાદ કેટલે થાય? કંઈ જ નહિ. એ એને જવાબ છે અને તેથી જ આવા આનંદને, આવાં સુખને ક્ષણિક કે ક્ષણભંગુર કહેવામાં આવે છે. જે વસ્તુ ક્ષણભંગુર હોય તે તુચ્છ લેખાય, એટલે આ સુખોને તુચ્છ કહીએ તે કંઈ અનુચિત નથી.
દુન્યવી સુખે રાગદ્વેષની પેદાશ છે. દુન્યવી સુખ કે જેની પાછળ તમે ભૂલા ભમો છે અને જેને માટે રાત-દિવસ મહેનત કરે છે, તે રાગદ્વેષની પિદાશ છે. જે વસ્તુ પ્રત્યે તમને રાગ હેય તેને સંગ થાય તે તેમાં તમે સુખ માને છે અને તેને વિયોગ