________________
આત્મશક્તિ
૨૯ થાય તો તેમાં દુઃખ માને છે. તે જ રીતે જે વસ્તુ પ્રત્યે તમને શ્રેષ-વૃણા-નફરત હોય તેને વિયેગ થાય તે સુખ માને છે અને સંગ થાય તે દુઃખ માને છે, પરંતુ આ સંયોગ પર તમારો કોઈ કાબૂ નથી. તમે આવતી કાલે લાખ રૂપિયા મળવાની ધારણું રાખી હોય ત્યાં ખેટ જાય છે, અને મનગમતી સુંદર કન્યા પરણવાને જાન જોડી હોય, ત્યાં તેના અકાળ મૃત્યુ થવાના સમાચાર આવે છે. તે જ રીતે તમે રોગથી ડરે છે, દૂર ભાગો છે, તેને ભેટે થાય એ હરગીઝ ઈચ્છતા નથી, છતાં તે ઝડપથી આવી પહોચે છે અને તમને આલિંગન આપે છે. શત્રુની ચડાઈ, આસ્માની આફત વગેરેને સત્કારવા કોણ તૈયાર હોય છે ? છતાં તેમનું આગમન થાય છે અને તમારી સુખવિષયક સર્વ કપનાઓને તે ધૂળમાં રગદોળી નાખે છે.
એટલું યાદ રાખો કે રાગદ્વેષની જેટલી તીવ્રતા, તેટલું દુઃખ વધારે. યુગલી આઓમાં રાગદ્વેષની તીવ્રતા હોતી નથી, તેથી તેઓ દેવનાં જેવું સુખ ભોગવે છે અને દુઃખને અનુભવ તે નહિ જેવો જ કરે છે.
રાગદ્વેષ ઘટાડો અને કષાયોને મંદ કરે તે સુખને અનુભવ જરૂર કરી શકે. શાસ્ત્રકારોએ “#પાચમુત્તિ ૪િકુત્તિવ” એ શબ્દો કહ્યા છે તેને અર્થ એ છે કે કષાયો છોડનારને મુક્તાત્મા જેટલું સુખ મળે. “વિતરાગી સદા સુખી આ આર્ષવચનનું રહસ્ય પણ આ જ છે.
રાગદ્વેષને તમને અનાદિ કાલથી સંસર્ગ થયેલે છે, એટલે તે તમારા સ્વભાવરૂપ બની ગયેલ છે, પણ તમે શેકવાર એ