________________
આત્મસુખ
૨૯૭ ખેદ જણાય તે પણ એની કલ્પનામાં જ હતો. જે પાંચ લાખમાં સુખ હોય તે અત્યારે પણ પાંચ લાખ તે હાજર જ છે.
નવાં લગ્ન થાય ત્યારે મનુષ્યો ખુશાલી મનાવે છે અને વરવધૂના આનંદની સીમા હોતી નથી. પતિ પત્નીને સુખનું કારણ માને છે, પણ થોડા દિવસ બાદ નજીવા કારણસર ઝઘડા થાય છે, અબોલાં લેવાય છે, અને એક બીજાનું મોટું જેવું પણ ગમતું નથી. જે પતિ કે પત્ની એ જ સુખનું કારણ હોય તે બંને વિદ્યમાન છે. છતાં આ હાલત શા માટે ? ભર્તૃહરિને પ્રથમ પાંગળા માટે કેટલે પ્રેમ હતે? પણ એ જ પીંગળા અશ્વપાલક સાથે પ્રેમમાં પડી અને ભતૃહરિનું દિલ તૂટીને ટુકડા થઈ ગયુ. તેણે સંસારને સારરહિત સમજીને તેને ત્યાગ કર્યો. એક સ્ત્રીની સાથે પ્રેમમાં બંધાયેલે માણસ તેને જોઈને જીવનની સફળતા માને છે, તેના સંગમાં સુખ માને છે, પરંતુ જ્યારે તે જ માણસને પ્રેમ બદલાય છે, અને નવી સ્ત્રી સાથે પ્રેમ બંધાય છે, ત્યારે પહેલી ગમતી પણ નથી. પહેલીને જઈને કંટાળો ચડે છે. સ્ત્રી તે જ છે પણ દિલ ફરી ગયું, હવે પ્રાણપ્યારી બીજી બની. આમાં શું ફર્યું, તેની કલ્પના કરો.
પુત્રનો જન્મ થાય ત્યારે તે અતિ આનંદ પામનાર થઈ પડે છે. એ જ પુત્ર માટે થાય, વિનય ન સાચવે, સામું બોલે અને પિતાના ઉદ્ધત સ્વચ્છંદી વર્તનથી કુળની આબરૂને કલંક લગાડે, ત્યારે પિતાને કેટલે ખેદ થાય છે? - પુત્ર સારો હોય, તેના પર ઘણે રાગ હેય, તેના વિના