________________
આત્માની શક્તિ
તેમણે વિક્રિય લબ્ધિના ગે પોતાનું શરીર વધારવા માંડયું અને જોતજોતામાં તેને એક લાખ વજન પ્રમાણવાળા મેરુપર્વત જેવડું બનાવી દીધું અને પોતાનો એક પગ લવણસમુદ્રના પૂર્વ કિનારે અને બીજો પગ પશ્ચિમ કિનારે મૂકીને ઊભા રહ્યા. તાત્પર્ય કે હવે તેમને ત્રીજું પગલું ભરવાની જરૂર રહી ન હતી.
આ ભયંકર બનાવે પૃથ્વીમાં હાહાકાર મચાવી દીધે. એ જોઈને ઈન્દ્ર દેવાંગનાઓને આજ્ઞા કરી કે “મહામુનિ વિષ્ણુકુમાર કોપ પામ્યા છે, માટે તમે સર્વજ્ઞનાં કહેલાં શાસ્ત્રોને ભાવ ગાયનમાં ઉતારી તે ગાયન તેમની આગળ ગાઓ, એટલે તેમને કોપ શાંત થાય. અન્યથા આ અખિલ વિશ્વ ઘડીકમાં જ અભૂતપૂર્વ આફતમાં સપડાઈ જશે. આથી દેવાંગનાઓ એ પ્રકારના ગાયન ગાવા લાગી.
આ બાજુ નમુચિ તેના સિંહાસન પરથી પટકાઈ પડયો હતા અને તેના મુખમાંથી લેહી નીકળી રહ્યું હતું. બીજી બાજુ મહારાજા પદ્મ-મહામુનિ વિષ્ણુકુમારને ગદગદ્દ કંઠે પ્રાર્થના કરી રહ્યા હતા કે “ હે મહર્ષિ! હે કરુણાસાગર! આપને કેપ શાંત કરો. આ નરાધમ નમુચિ સાધુ મહાત્માઓને સતાવી રહ્યો છે, તેની મને હજી સુધી ખબર પડી નહિ, તેમજ કોઈએ મને કહ્યું પણ નહિ પરંતુ નમુચિ મારે સેવક હોવાથી એ અપરાધ મારો છે, માટે મને ક્ષમા આપ.”
દેવ અને દાનવોના રાજા પણ આવી જ સ્તુતિ કરી રહ્યા હતા અને સકળ સંઘ પણ તેમને શાંત થવા વિનવી