________________
આત્મતત્વવિચાર
સહન કરવાને તૈયાર નથી. જે તમને જીવવું હાલું હોય તે જેમ બને તેમ વહેલા અહીંથી ચાલ્યા જાઓ, નહિ તે તમને મારી નાખીશ.”
મહામુનિ વિષ્ણુકુમારે કહ્યું: “હે રાજન ! આમ ઉતાવળા શા માટે થાઓ છે ? તમે રાજ્યસૂત્ર હાથમાં લીધું છે, એટલે ન્યાયનીતિનું પાલન કરવા બંધાયેલા છે. કોઈ પણ નિરપરા ધીને દંડ દે એ એક ન્યાયી રાજવીને શેભતું નથી. વળી સાધુપુરુષે સાથે તેછડાઈથી વર્તવું એ પણ રાજ્યની સ્વીકૃત નીતિથી તદ્દન વિરુદ્ધ છે. !
પણ નમુચિને સત્તાને મદ પૂરેપૂરો ચડી ગયા હતા, એટલે તેણે આ મહામુનિનાં સત્ય અને હિતકારી વચનને લક્ષમાં લીધા નહિ. તેણે પિતાની એ જ ઉદંડતાથી કહ્યું: આ સિવાય તમારે બીજું કંઈ કહેવાનું છે?”
મહામુનિ વિષ્ણકુમારે કહ્યું કે રાજન ! સાધુ-મહાત્માઓને આમ વિના વાંકે કાઢી મૂકવા, એ કોઈ પણ રીતે ઉચિત નથી. માટે તેમને રહેવાનું કોઈ પણ સ્થાન આપવું જોઈએ, એટલે તેમને ત્રણ ડગલાં જેટલું સ્થાન રહેવાને માટે આપે, એટલું જ મારે કહેવાનું છે.”
નમુચિએ કહ્યું કે “વારુ, હું તમને ત્રણ ડગલાં જમીન રહેવા માટે આપું છું, તેમાં તમારે રહેવું. પરંતુ જે કોઈ પણ સાધુ તેની બહાર રહેતે માલુમ પડશે તો તત્કાલ તેને શિરચ્છેદ કરવામાં આવશે.”
મહામુનિ વિષ્ણુકુમારે કહ્યું: “તથાસ્તુ' (તેમજ હ) પછી