________________
આત્માની શક્તિ
થયેલે જાણ થોડી જ ક્ષણમાં પિલા મુનિ સાથે હસ્તિનાપુર આવ્યા અને પિતાના ગુરુ સુવ્રતાચાર્યને વંદના કરી સાધુઓના પરિવાર સાથે નમુચિ આગળ ગયા.
આખી રાજસભાએ શ્રી વિષકુમાર મહામુનિને વંદના કરી, પણ નમુચિનું મસ્તક જરાયે નમ્યું નહિ. સાગરસમ વિશાળ હદયવાળા એ મહામુનિએ તેના તરફ લક્ષ ન આપતા શાંત ગંભીર અવાજે કહ્યું કે “હે બુદ્ધિમાન્ રાજ! આવડાં મોટા નગરોમાં અમારા જેવા થોડા ભિક્ષુકો ભિક્ષુકવૃત્તિથી રહે, તેમાં તમને શી હાનિ છે? વળી વર્ષાઋતુને સમય ચાલી રહ્યો છે, તેમાં મુનિઓને વિહાર કરો કલ્પત નથી, માટે બધા મુનિએ આ નગરમાં ભલે રહે ”
પરંતુ સત્તાનો નશે એક ભૂરી ચીજ છે. તેનાથી મનુષ્ય ભાન ભૂલે છે અને ન કરવાનું કરી બેસે છે. ઉત્તરમાં નમુચિ કહ્યું કે “મેં આચાર્યને એક વાર જણાવી દીધું છે કે તમારે અહીંથી સાત દિવસની અંદર ચાલ્યા જવું, અન્યથા તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું, એ મારાં વચનમાં હું કંઈ ફેરફાર કરવા માગતા નથી.”
મહામુનિ વિષ્ણુકુમાર અનેક પ્રકારની લબ્ધિઓથી યુક્ત હતા, પણ પિતાના શ્રમણધર્મને યોગ્ય શાંતિ ધારણ કરી કહેવા લાગ્યા કે “હે રાજન! જે તમને અમારા નગરનિવાસ કોઈ પણ કારણે ન રુચતું હોય તે આ મુનિઓ નગર બહાર ઉદ્યાનમાં જઈને રહે.”
એ સાંભળી નમુચિએ કહ્યું કે “ હું તમારી ગંધ પણ