________________
૨૮૮
આત્મતત્વવિચાર
બદલ તમને ઉચિત શિક્ષા કરવામાં આવશે.” આટલું કહી તે પિતાને સ્થાને ચાલ્યા ગયા.
સુત્રતાચા પિતાની સાથેના મુનિમંડળને પૂછ્યું કે “આ સંગમાં આપણે શું કરવું?” ત્યારે એક મુનિએ કહ્યું કે “શ્રી વિષ્ણુકુમાર મુનિએ છ હજાર વર્ષ સુધી આકરું તપ કરેલું છે અને તેના ચગે તેમનામાં અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થયેલી છે. હાલ તેઓ મંદરાચલ પર્વત પર છે. જે તેઓ અહીં આવે તે શાંતિ થાય, કારણ કે તેઓ મહારાજા પદ્મના મોટા ભાઈ છે, એટલે નમુચિ તેમનાં વચનનું ઉલ્લંઘન કરી શકશે નહિ માટે જે સાધુ વિદ્યાલબ્ધિવાળા હોય તે તેમને તેડવાને જાય. શ્રી સંઘનાં કામમાં લબ્ધિને ઉપયોગ કરવામાં દેષ નથી.”
આ સાંભળી બીજા મુનિએ કહ્યું કે “હું આકાશમાર્ગે મંદરાચલ પર્વત પર જવાને શકિતમાન છું, પણ આવવાને સમર્થ નથી, માટે આ સંબંધમાં મારું જે કર્તવ્ય હોય તે
જણ.”
સુત્રતાચાર્યે કહ્યું કે “તમને વિષ્ણુકુમાર મુનિ પાછા લાવશે, માટે તેમને તેડવા જાઓ.”
ગુરુની આજ્ઞા થતાં જ એ મુનિ વિદ્યાનાં બળે મંદરાચલ પર્વત પર ગયા અને તેમણે વિષ્ણુકુમાર મુનિને વંદના કરી સર્વ હકીક્ત જણાવી, તેઓ કર્તવ્યને પ્રસંગે ઉપસ્થિત