________________
આત્મતત્વવિચારે
હોય, આવાં દુઃખ સહન કરવા પડતાં હોય, તો બહેતર છે કે પરણવું જ નહિ.
સુનંદા ઉમર લાયક હતી અને રૂપલાવણ્યથી યુક્ત હતી, એટલે તેના હાથ માટે દેશ પરદેશથી માગાં આવતાં હતાં, પરંતુ માતા-પિતા પૂછે ત્યારે તે એક જ ઉત્તર આપતી હતી કે “મારે પરણવું નથી.” માતા-પિતાને આ ઉત્તર સાંભળી વિચાર થતો કે આ પરણવાની ના પાડે છે, તે શુ દીક્ષા લેવાની ભાવના વાળી હશે ? પરંતુ એવું ચે કશુ બોલતી નથી, માટે આગળ પર સૌ સારાં વાનાં થઈ રહેશે.
તે નગરમાં વસુદત્ત નામના એક વ્યાપારીને ચાર પુત્ર હતા. તેમાં સહુથી નાનાનું નામ રૂપસન હતું. નાના પુત્ર વધારે લાડકે હોય છે અને તેના પર કામકાજને બજે ઓછા હોય છે. રૂપાસેનતું પણ એમ જ હતું. આથી તે ઇચ્છા મુજબ નગર-ઉદ્યાન વગેરેમાં ફર્યા કરતા અને આનંદમાં દિવસે ગુજારતે, તે દિવસે તે ફરતે ફરતે રાજમહેલની સામે આવેલી પાનવાળાની દુકાને આવ્યો હતો. અને ત્યાં એક આસન પર બેસીને પાન ખાતે હતો. ત્યાં સુનંદાની નજર તેના પર પડી, એટલે તેને અતિ હર્ષ થયા. તે જ વખતે તેણે કાર્ય કરવામાં અતિ ચતુર એવી દાસીને નીચે મોકલીને પેલા યુવાનને કહેવરાવ્યું કે “તમારે રોજ અહીં આવી અમારી સખીને દર્શન આપવા.” રૂપાસેનને એ વાત પસંદ પડી, એટલે તેણે આ વાતને સ્વીકાર કર્યો, અને તે રોજ ત્યાં આવવા લાગે.
અત્યાર સુધી નહેતું રૂપસેનને કઈ વાતનું દુઃખ કે