________________
આત્માની શક્તિ
२६७
આ શબ્દોએ બકરિયા સિંહનો ભ્રમ ભાંગી નાંખ્યો. તે હવે પિતાને સિંહ સ્વરૂપે જોવા લાગ્યા અને પેલા સિંહની સાથે વનમાં જઈ સિંહનું જીવન જીવવા લાગે.
આ રીતે તમે પણ લાંબા સમયથી દેહાદિ પુદગલોની સામે રહ્યા છો, એટલે પોતાને દેહરૂપ માને છે અને તમારી શક્તિ બહુ મર્યાદિત આંકો છે, પણ દેહાદિ પુદગલે એ તમારું વાસ્તવિક સ્વરૂપ નથી. તમે અનંત શક્તિમાન આત્મા છો, એ વાત ધ્યાનમાં રાખી તમારી શક્તિઓને વિકાસ થવા દે અને તે માટે વિષય તથા કષાયથી દૂર રહે. જેઓ વિષયની પાછળ ભૂલા ભમે છે, તેઓ રૂપસેનના જેવી દુર્દ. શાને પ્રાપ્ત થાય છે.
રૂપસેનની કથા પૃથ્વીભૂષણ નામે એક નગર હતું. ત્યાં પ્રજાના પાલક રાજા કનકાવજને સુનંદા નામે એક સુંદર પુત્રી હતી. તે યૌવનના ઉંબરે પગ મૂકી ચૂકી હતી અને તેનું રૂપ પ્રભાતનાં કમળની જેમ અનેરી છટાથી ખીલી ઉઠયું હતું. તે એક દિવસ મહેલના ઝરૂખામાં બેસીને નગરચર્ચા જોઈ રહી હતી. એવામાં તેની નજર સામેનાં મકાનમાં પડી. ત્યાં એક પુરુષ પિતાની સ્ત્રીને નિર્દય માર મારી રહ્યો હતો. સ્ત્રી પગે પડીને કહેતી હતી કે “હે સવામિન્ ! હું ફરીને ભૂલ નહિ કરું.” છતાં પેલો તેને મારવાનું બંધ કરતા ન હતા. આ દશ્ય જોઈ સુનંદા કમકમી ઉઠી. તેણે વિચાર કર્યો કે લગ્નજીવનમાં જે આવી પરાધીનતા