________________
२६२
આત્મતત્ત્વવિચારે
ત્યારે એક સિંહ ત્યાં આવી ચડ્યો અને તેણે પોતાના સ્વભાવ મુજબ ગર્જના કરી. આથી બધાં બકરાં નાસવા લાગ્યાં. તેમની સાથે પેલે બકરિયે સિંહ પણ નાસવા લાગ્યો આ જોઈને વનના સિંહે કહ્યું : “અરે ભાઈ! મારી ગજેનાથી બકરાં તે નાસી જાય, પણ તું કેમ નાસે છે? તું તે મારા જેવા સિંહ છે.”
ત્યારે બકરરિયા સિંહે કહ્યું કે, તુ ખોટું બોલે છે. હું સિંહ નથી, પણ બકરો છું અને તારું ખાદ્ય હોવાથી તારાથી ભય પામીને નાસી જાઉં છું. - વનને સિંહ સમજી ગયે કે આ ઘણા દિવસ બકરાંની સોબતમાં રહ્યો છે, એટલે પિતાને બકરે માની બેઠે છે. પરંતુ એનો ભ્રમ ભાંગવા દે. તેણે કહ્યું: “ભાઈ! મારું કહેવું
ટું છે? જે તું તારાં મોટાં શરીર પરથી એમ સમજતે હોય કે હું મોટે બકરો છું, તે એ સમજ સાચી નથી. તારું મોટું મારા મોઢા જેવું ગોળ છે, પણ બકરા જેવું લાંબુ નથી. તારી કેડ મારી કેડ જેવી પાતળી છે, પણ બકરાં જેવી જાડી નથી. વળી તારા પગે નહેર છે, પણ બકરાં જેવી ખરીઓ નથી. અને તારું પૂછડું તે જે! તે કેવું લાંબું અને સુંદર છે? જ્યારે આ બકરાંનું પૂછડું તે તદ્દન નાનકડું છે અને દેખાવમાં જરાયે સારું નથી. તેમજ તારી ગરદન પર કેશવાળી છે, એવી કઈ બકરાંની ગરદન પર દીઠી? માટે તારામાં અને બકરામાં માટે તફાવત છે. દરેક બકરાને માથે બબે શીંગડાં ઉગેલાં છે, અને તારે ભલા ભાઈ! એક પણ શીંગડું ઉગેલું નથી! માટે તારો ભ્રમ દૂર કરે અને તે પણ મારા જે સિંહ છે, એમ ખાતરીથી માન.”