________________
૨૬૧
આત્માની શક્તિ વાર આવે અને તે બધાએ અભિષેક કર્યો. છેવટે ઈશાનેન્દ્ર ભગવાનને ખેાળામાં બેસાડ્યા અને સૌધર્મેન્દ્ર ખૂબ ધામધૂમથી અભિષેક કર્યો. આ ઉત્સાહમાં દે એટલા આનંદમસ્તીમાં આવી જાય છે કે તેની પાસે તેમને દેવકનો આનંદ-પ્રમોદ તુચ્છ લાગે છે.
ત્યાર પછી મહાવીર પ્રભુને જેમ મેરુ પર્વત ઉપર લાવ્યા હતા, તેમ જન્મસ્થલે પાછા લાવ્યા અને માતાના પડખામાં સૂવાડી બધા દેવે પિતાના સ્થાને સીધાવ્યા. | તીર્થકરમાં અનંત શક્તિ હોય છે. તે આત્માની છે. જે તીર્થકરને આત્મા તે આપણે આત્મા. તે પછી આપણા આત્મામાં આવી શક્તિ-આવું બળ કેમ નથી? આત્માના ગુણામાં કે મૂળભૂત શક્તિમાં કોઈ તફાવત નથી ? પણ આપણામાં એ શક્તિ કમને લઈને દબાયેલી છે અને તીર્થકર દેવમાં અનંત શક્તિ પ્રગટ રૂપમાં છે. ખરેખર ! આપણી હાલત બરિયા સિંહ જેવી છે.
બકરિયા સિંહનું દૃષ્ટાંત એક ભરવાડને વનમાં બકરાં ચારતાં તરતનું જમેલું સિંહનું બચ્ચું મળી આવ્યું. તે એને ઘેર લાવ્યા અને બકરાનું દૂધ પીવાવી મેટું કર્યું. તે સિંહ હતું, પણ બકરાંની સાથે જ હરતાફરતો અને સાથે જ ખાતે પીતે, એટલે પિતાને બકરી જ માનતે અને જીવનને સર્વ વ્યવહાર બકરાની માફક જ ચલાવતા.
એક દિવસ બધાં બકરાં મેગે તે વનમાં ચરવા ગયે,