________________
આત્મજ્ઞાન કયારે થાય ?
२४७
"vvvvvvvvvvvvvvy
તેમનાં આ વક્તવ્યથી શ્રોતાઓ મુગ્ધ બની ગયા અને તેમાંના કેટલાકે હવે પછી રીંગણ ન જ ખાવા એવી ટેક લીધી. એમ કરતાં કથા પૂરી થઈ અને શાસ્ત્રીજી પિોથી બગલમાં મારી ચાલવા લાગ્યાં, ત્યાં હાથમાંની થેલી પડી ગઈ અને તેમાંથી બે-ત્રણ રીંગણાં બહાર નીકળી પડ્યાં. આથી શ્રોતાઓ આશ્ચર્ય પામીને પૂછવા લાગ્યા કે “શાસ્ત્રીજી આ શું? તમે પિતે રીંગણું ખાઓ છો?” શાસ્ત્રીજીએ ઠાવ કાઈથી જવાબ આપ્યો કે “પોથીમાંનાં રીંગણાં ન ખવાય, બાકી આ રીગણ ખાવામાં હરકત નથી.”
આ જ એક કિસ્સો વડોદરામાં બનેલે, ગાયકવાડ સરકારને વિદ્યા પ્રત્યે ભારે પ્રેમ હતો, એટલે તે જુદા જુદા વિદ્વાનોને આમંત્રણ આપતા અને પોતાના લક્ષ્મીવિલાસ મહેલમાં રાજકુટુંબ વગેરે સમક્ષ તેમનાં ભાષણ કરાવતા. આ રીતે એક વખત એક વિદ્વાનને અહિંસા પર ભાષણ કરવા નેતર્યા. આ વિદ્વાને અહિંસા પર ઘણું સુંદર ભાષણ કર્યું અને માંસ, મચ્છી તથા ઈંડાનું ભક્ષણ કરવામાં જે મહાદે રહેલા છે, તેનું ચચેટ નિદર્શન કર્યું.
આ વખતે ગરમીના દિવસો ચાલતા હતા અને ભાષણ ખૂબ જોરથી થતું હતું, એટલે વિદ્વાન વક્તાને ખૂબ પસીને વળ્યો અને તે પસીનો લૂછવા માટે તેણે ગજવામાંનો રૂમાલ ખેંગ્યો. એ જ વખતે રૂમાલની સાથે ગજવામાં રહેલું એક ઇંડું બહાર નીકળી પડયું અને તે જમીન પર પછડાઈને ફૂટી ગયું.