________________
૨૪૮
આત્મતત્વવિચાર
આ ભાષણ સાંભળીને બધાને એમ થયું હતું કે હવે પછી આ વસ્તુઓ ન જ વાપરવી, પણ વક્તાનાં ગજવામાંથી ઇંડું નીકળી પડયું, તેણે બધા રંગ પલટી નાખે. ગંભીર તાની જગાએ હાસ્યનું મોજું ફરી વળ્યું અને વિદ્વાન વક્તાને ત્યાંથી વિદાય લેતાં ભારે વિમાસણ થઈ પડી. તાત્પર્ય કે એક વસ્તુ સમજણમાં ઉતરે પણ શ્રદ્ધામાં ન હોય અને આચરણમાં પણ ન હોય તે એવાં જ્ઞાનથી કલ્યાણ સાધી શકાતું નથી.
જેઓ આત્મા છે, તે નિત્ય છે, પુણ્ય પાપન કર્તા છે, પુણ્ય પાપનાં ફળને ભક્તા છે, વગેરે વાત કરે છે પણ પાપને છોડતા નથી કે પુણ્યની વૃદ્ધિ કરતા નથી, તેમનું એ જ્ઞાન શા કામનું ? શાસ્ત્રકારે એને અજાગલસ્તનવત, બકરીનાં ગળે ઉગેલા આંચળ જેવું નિરર્થક ગણે છે.
જેમાં વસ્તુના હેય અને ઉપાદેય અંશેનાં યથાર્થ જ્ઞાન સાથે તથાવિધ નિવૃત્તિ અને પ્રવૃત્તિ હોય તેને તવસંવેદન જ્ઞાન કહેવાય. મહાપુરુષે આવાં જ્ઞાનવાળા હોય છે. તેથી જેવું સમજે છે, તેવું જ બોલે છે અને જેવું બોલે છે, તેવું કરે છે. હેઠે એક વાત અને હૈયે બીજી વાત એ વ્યવહાર તેમનામાં હેત નથી. આવું જ્ઞાન એ સાચું જ્ઞાન છે અને તેથી જ કલ્યાણ સાધી શકાય છે.
જે મનુષ્ય જીવ અને અજીવની, આત્મા અને અનામાની જુદાઈ બરાબર જાણે છે અને હું આત્મા છું, દેહ નથી, ઈન્દ્રિય નથી, પ્રાણ નથી, મન નથી, એવું સતત ભાન